ભરૂચ : વાગરામાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારંભ, પરેડ સહિતના કાર્યક્રમો યોજાયા

0

આપણો દેશ 71મો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહયો છે ત્યારે ભરૂચમાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારંભ વાગરા ખાતે યોજાયો હતો. એપીએમસી મેદાન ખાતે કલેકટર ડૉ. એમ.ડી. મોડીયાના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. 

દેશના 71મા પ્રજાસત્તાક પર્વની ભરૂચ જિલ્લામાં દેશભકિતના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારંભ વાગરા ખાતે આયોજીત કરાયો હતો. જિલ્લા કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયાના હસ્તે દેશની આન, બાન અને શાન સમાન તિરંગાને લહેરાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગીતની સુરાવલી વચ્ચે ઉપસ્થિતોએ તિરંગાને સલામી આપી હતી. ધ્વજવંદન સમારંભ બાદ પોલીસ પરેડ, સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન, યોગ નિદર્શન અને સાંસ્કૃત્તિક સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે કલેકટરે જણાવ્યું હતું કે, દેશમાં શાંતિ, પ્રગતિ અને વિકાસમાં સહભાગી બની દેશના ભવિષ્યને ઉજજવળ બનાવીએ. ભારતને વિશ્વ ફલક પર નામના અપાવવા માટે તેમણે ભરૂચ જિલ્લાવાસીઓને તેમનું યોગદાન આપવા અપીલ પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here