Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લાના યંગમૂડો સ્પર્ધાના રમતવીરો નેશનલ સ્પર્ધામાં જવાથી રહ્યા વંચિત

ભરૂચ જિલ્લાના યંગમૂડો સ્પર્ધાના રમતવીરો નેશનલ સ્પર્ધામાં જવાથી રહ્યા વંચિત
X

એક તરફ સરકાર ખેલમહાકુંભ,ખેલો ઇન્ડિયા જેવા રમતગમતના કાર્યક્રમો દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે.તો બીજી તરફ નોન-ઓલમ્પીક રાજયકક્ષાની શાળાકિય સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવાથી વંચિત રાખી ગુજરાત રમતગમત વિભાગ કયા પ્રકારનું પ્રોત્સાહન આપી રહી છે તેવી લોકચર્ચાએ વેગ પકડ્યો છે.

ચાલુ વર્ષે ગુજરાત યંગમૂડોની સ્પર્ધામાં કુલ ૬૦ રમતવીરોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ભરૂચના કુલ ૧૩ બાળકોની ગુજરાતની યંગમૂડો ટીમમાં પસંદગી થઈ હતી. ગત વર્ષે ગુજરાત યંગમૂડોની ટીમે રાષ્ટ્રીયકક્ષાએ ૧૯ મેડલો મેળવી ગુજરાતના ગૌરવમાં વધારો કર્યો હતો. પરંતુ ચાલુ વર્ષે ગુજરાતની બધી જ નોન-ઓલમ્પીકના ખેલાડીઓને રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવાથી વંચીત રખાતા ખેલાડીઓની આખા વરસની મહેનત પર પાણી ફેરવાયું છે.

ગત રોજ સ્પર્ધામાં

ભાગ લેવા રજીસ્ટ્રેશની છેલ્લી તારીખ હોય આ અંગે નિરાશ બનેલા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા

રમતગમ મંત્રી તેમજ સ્પોર્ટસ ઓથોરીટીના ડાયરેકટરને લેખીત રજૂઆત પણ કરવા છતાં પરિણામ

ન મળતા વિલામોઢે પરત ફર્યા હતા.

Next Story