Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નર્મદામાં પુર વચ્ચે કચરાના નિકાલ પર લાગી બ્રેક, પાલિકા તંત્રમાં મચી છે દોડધામ

ભરૂચ : નર્મદામાં પુર વચ્ચે કચરાના નિકાલ પર લાગી બ્રેક, પાલિકા તંત્રમાં મચી છે દોડધામ
X

નર્મદા નદીમાં છેલ્લા 5 દિવસથી પુરની સ્થિતિ છે ત્યારે હવે તેની વિપરીત અસરો જોવા મળી રહી છે. નગરપાલિકાની માંડવા બુર્ઝગ ગામની સીમમાં આવેલી ડમ્પીંગ સાઇટનો રસ્તો બંધ થતાં શહેરમાંથી કચરાના નિકાલ પર બ્રેક લાગી છે. કચરો ખાલી કરવા આવતાં વાહનોની હાઇવે પર જ કતાર લાગી છે. નિહાળો કનેકટ ગુજરાતનો વિશેષ અહેવાલ..

બે લાખથી વધુની વસતી ધરાવતાં ભરૂચ શહેરમાંથી દૈનિક 90 ટનથી વધારે કચરો નીકળે છે. નગરપાલિકાના 55થી વધારે વાહનો મારફતે આ કચરાનો માંડવા બુર્ઝગ ગામની સીમમાં આવેલી ડમ્પીંગ સાઇટ ખાતે નિકાલ કરવામાં આવે છે. છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી કચરાના નિકાલના કારણે ડમ્પીંગ સાઇટ ખાતે પણ કચરાના નિકાલની સમસ્યા ઉદભવી રહી છે. હાલમાં નર્મદા નદીમાં આવેલા પુરના કારણે નદીના પાણી ડમ્પીંગ સાઇટની આસપાસ ફરી વળ્યાં છે જેના કારણે રસ્તો બંધ થઇ ગયો છે. રસ્તો બંધ થતાં કચરો ભરીને આવતા વાહનો ડમ્પીંગ સાઇટમાં જઇ શકે તેવી સ્થિતિ નથી.જેના કારણે નેશનલ હાઇવે પર જ કચરા ભરેલા વાહનોની કતાર લાગી ગઇ છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી પુરના પાણી ધીમે ધીમે ઓસરી રહયાં હોવાથી પાલિકાએ સફાઇની કામગીરી શરૂ કરી છે તો બીજી તરફ કચરાના નિકાલ પર બ્રેક લાગી હોવાથી પાલિકા સત્તાધીશો દોડતા થયાં છે.

Next Story