Connect Gujarat
Featured

ભરૂચ : ભુકંપના આંચકાથી ધરા ધ્રુજી, ભુકંપની તીવ્રતા 4.3 મેગ્નીટયુડની નોંધાઇ

ભરૂચ : ભુકંપના આંચકાથી ધરા ધ્રુજી, ભુકંપની તીવ્રતા 4.3 મેગ્નીટયુડની નોંધાઇ
X

ભરૂચમાં રક્ષાબંધનના તહેવાર બાદ હવે દિવાળી પહેલાં ભુકંપનો આંચકો અનુભવાયો છે. શનિવારે બપોરના સમયે 3 વાગીને 39 મિનિટે ત્રણથી ચાર સેકન્ડ સુધી ધરા ધ્રુજી હતી. ભુકંપની તીવ્રતા 4.3ની હતી અને એપી સેન્ટર નેત્રંગના માલપુર ગામ નજીક હોવાનું જાણવા મળી રહયું છે. ભુકંપના કારણે હજી સુધી નુકશાનીના કોઇ અહેવાલ સાંપડયાં નથી.

ભરૂચમાં સોમવારે રક્ષાબંધનના તહેવારે જ સમી સાંજે ભુકંપનો આંચકો આવ્યો હતો. આંચકાની તીવ્રતા રીકટર સ્કેલ પર 3.3 ની તેમજ એપી સેન્ટર ભરૂચથી સાત કીમી દુર સરદારબ્રિજના દક્ષિણ છેડે નદી કીનારે આવેલાં નર્મદેશ્વર મહાદેવ મંદિર પાસે નોંધાયું હતું. આ ઘટનાના ત્રણ મહિના બાદ વધુ એક ભુકંપનો આંચકો અનુભવાયો છે. શનિવારે બપોરે 3 વાગીને 39 મિનિટે ધરા ધણધણી ઉઠી હતી. ચાર સેકન્ડ માટે લોકોએ ધ્રુજારી અનુભવી હતી. અચાનક ધરા ધ્રુજવા લાગતાં લોકો ઘરો તથા ઓફિસોની બહાર દોડી આવ્યાં હતાં. ભુકંપની તીવ્રતા 4.3 મેગ્નિટયુટની હતી જયારે એપી સેન્ટર નેત્રંગ તાલુકાના માલપુર ગામ પાસે હોવાની માહિતી સાંપડી છે.

Next Story