Connect Gujarat
ગુજરાત

જૂના ભરૂચમાં સાંસદના પ્રવેશ પર પ્રતિબંધ: જનતાએ લગાવ્યા બેનર

જૂના ભરૂચમાં સાંસદના પ્રવેશ પર પ્રતિબંધ: જનતાએ લગાવ્યા બેનર
X

ભરૂચ સહિત ગુજરાતમાં ચુંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે ચુંટણી જંગમાં કોણ ઉમેદવારી કરશે તે હજુ નક્કી કરવાની કવાયત ચાલી રહી છે. તેવા સંજોગોમાં જૂના ભરૂચના લોકો દ્વારા તક સાધુ સાંસદ જો જૂના ભરૂચમાં પ્રચાર અર્થે પ્રવેશ કરશે તો જુતાનો હાર પહેરાવવામાં આવશે ની જાહેરાત કરતા બેનરો લગાડી વિરોધ નોંધાવ્યો છે.

જૂના ભરૂચના રહીશો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પ્રજાને જરૂરી એવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રખાયાના આક્ષેપ સાથે તમને અમારા વિસ્તારનો રસ્તો ત્યારે જ યાદ આવે છે જયારે ચૂંટણી આવે છે.દર પાંચ વર્ષે કામ થશેની આશા રાખી મત આપીએ છીયે પણ હવે અમે છેતરાશું નહિં કે ભરમાશું નહીં,તમારે પણ અમારા વિસ્તારમાંથી મતની અપેક્ષા રાખવી નહીં. સાથે સાથે જો જુના ભરૂચમાં ચૂંટણીના પ્રચાર અર્થે પ્રવેશ કરાશે તો તેમને જુતાનો હાર પહેરાવશે તેવી ચિમકી સાથે બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો હતો.

Next Story