Connect Gujarat
ગુજરાત

ભરૂચ : વાલિયાના 15 ગામોમાં વીજ ચેકીંગ હાથ ધરાયું, 100 કનેક્શનમાં ગેરરીતિ સામે રૂ. 17 લાખથી વધુનો દંડ

ભરૂચ : વાલિયાના 15 ગામોમાં વીજ ચેકીંગ હાથ ધરાયું, 100 કનેક્શનમાં ગેરરીતિ સામે રૂ. 17 લાખથી વધુનો દંડ
X

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ

કંપની દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાલિયા તાલુકાના 15 જેટલા ગામોમાં

ઘર વપરાશના વીજ મીટરોનું ચેકીંગ હાથ ધરાતા 100 જેટલા વીજ મીટરોમાં ગેરરીતિ ઝડપાઇ

હતી. ગેરરીતિ કરતાં વીજ ગ્રાહકોને અંદાજિત રૂપિયા 17 લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં

આવ્યો હતો.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અલગ અલગ ટીમે વાલિયા

તાલુકાના દેસાડ, સોડગામ, ભમાડીયા, કરસાડ સહીતના 15 જેટલા ગામોમાં પોલીસ સ્ટાફ સાથે રાખી ઘર વપરાશના વીજ

કનેક્શનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 900 કનેક્શન પૈકી 100 જેટલા કનેક્શનોમાં

ગેરરીતિ ઝડપાઇ હતી. વીજ કનેક્શનોમાં ઝડપાયેલ ગેરરીતિ આચરનારા ગ્રાહકોને વીજ

કંપનીના અધિકારીઓ દ્વારા કુલ રૂપિયા 17 લાખ 90 હજારનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત

ગેરરીતિમાં ઝડપાયેલ તમામ મીટરો અને સર્વિસ કેબલો જપ્ત કરવામાં આવ્યા હતા. વીજ

કંપની દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો

હતો.

Next Story