Connect Gujarat
Featured

ભરૂચ : સિવિલમાં ચાર દિવસથી વીજળી ડુલ, હવે જનરેટર પણ થયું બંધ

ભરૂચ : સિવિલમાં ચાર દિવસથી વીજળી ડુલ, હવે જનરેટર પણ થયું બંધ
X

ભરૂચની સિવિલ હોસ્પિટલના અંડરગ્રાઉન્ડ કેબલમાં સર્જાયેલી ક્ષતિના કારણે ચાર દિવસથી વીજળી ડુલ થઇ જતાં દર્દીઓને હાલાકી પડી રહી છે. અત્યાર સુધી જનરેટરથી કામ ચલાવવામાં આવી રહયું હતું પણ જનરેટર પણ બંધ થતાં ડાયાલીસીસ માટે આવતાં દર્દીઓના જીવ સામે જોખમ ઉભું થયું છે.

ભરૂચમાં સિવિલ હોસ્પિટલમાં ચાર દિવસ થી વીજળી વેરણ બનતા દર્દીઓની હાલત કફોડી બની છે.ખાસ કરીને ડાયાલિસિસના દર્દીઓના સમયસર ડાયાલિસિસ નહિ થતા દર્દીઓના માથે જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. કામચલાઉ રીતે જનરેટરનો ઉપયોગ કરાતો હતો તે પણ બંધ કરાતા ચાલુ ડાયાલિસીસે દર્દીઓ આર.એમ.ઓ ને રજુઆત કરવા દોડી આવ્યા હતાં.

અમદાવાદ ની ઈન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડીસીસ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 3 વર્ષ પહેલાં ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.ડાયાલીસીસ સેન્ટરમાં ત્રણ શીફ્ટમાં રોજના ૪૦થી ૪૫ જેટલા દર્દીઓ ડાયાલીસીસ માટે આવી રહયાં છે. સિવિલ હોસ્પિટલમાં વીજળી અને પાણીની સુવિધા બંધ થતાં તેમની હાલત દયનીય બની છે. સિવિલ હોસ્પિટલમાં વહેલી તકે વીજ પુરવઠો રાબેતા મુજબ કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.

Next Story