Connect Gujarat
Featured

ભરૂચ:કોરોના મહામારી વચ્ચે આકાશી યુધ્ધનો આનંદ,જુઓ ઉત્તરાયણની ઉજવણી

ભરૂચ:કોરોના મહામારી વચ્ચે આકાશી યુધ્ધનો આનંદ,જુઓ ઉત્તરાયણની ઉજવણી
X

કોરોના મહામારી વચ્ચે ભરુચ અને અંકલેશ્વરમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ લોકો મકાનના ધાબે ચઢી ગયા હતા અને આકાશી યુધ્ધનો આનંદ માણ્યો હતો.ઉત્તરાયણના પર્વની ઉજવણીમાં સરકાની ગાઈડ લાઇનનું ઉલ્લંઘન પણ જોવા મળ્યું હતું

કોરોનાની વૈશ્વિક મહામારીએ તહેવારોની ઉજવણી પણ ફિકિ કરી દીધી છે ત્યારે રાજ્યમાં નાનાથી લઈ મોટાઓને પણ પ્રિય એવા ઉત્તરાયણના પર્વની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી.આજે સવારથી જ ભરુચ અંકલેશ્વર અને સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર પતંગ રસિકો પોતાના મકાનના ધાબે જોવા મળ્યા હતા અને પવન દેવના સથવારે પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. કોરોનાનું સંક્રમણ વધુ ણ ફેલાઈ એ માટે સરકાર દ્વારા ઉત્તરાયણના પર્વની ઉજવણી માટે ખાસ ગાઈડ લાઇન બહાર પાડવામાં આવી હતી જેમાં ડી.જે.વગાડવા પર પ્રતિબંધ અને ધાબા પર વધુ લોકો એકત્રિત ન થાય એ સહિતના નિયમો બનાવવામાં આવ્યા હતા જો કે મોટાભાગના વિસ્તારોમાં આ નિયમનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.પોલીસ દ્વારા પણ ધાબા પર વધુ લોકો એકત્રિત ન થાય એ માટે ખાસ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું અને ડ્રોન કેમેરાની મદદથી નજર રાખવામા આવી હતી. આજે રંગબેરંગી પતંગોથી આકાશ ઢંકાયેલું જોવા મળ્યું હતું અને રાજયવાસીઓએ આકાશી યુધ્ધનો આનદ માણ્યો હતો

મકર સંક્રાંતિનું ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ રહેલું છે.આ દિવસે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આજના દિવસે દાનનો અનેરો મહિમા શાસ્ત્રોમાં વર્ણવાયેલો છે.આથી લોકોએ આજના દિવસે દાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું તો આ તરફ ગાય માતાનું પૂજન અર્ચન કરી ઘૂઘરી પણ ખવડાવવામાં આવી હતી

ઉત્તરાયણના દિવસે લોકો મકાનના ધાબા પર ડબ્બા પાર્ટી કરતાં હોય છે અને ઊંધિયાનું જયાફત માણતા હોય છે ત્યારે ભરુચ અંકલેશ્વરમાં ઠેર ઠેર ઊંધિયાનું ધૂમ વેચાણ થયું હતું અને લોકોએ ઊંધિયાની લિજ્જત માણી હતી

Next Story