Connect Gujarat
ગુજરાત

ભરૂચ : કમોસમી વરસાદ બાદ હવે ખેડૂતોના માથે કેનાલનું વિધ્ન

ભરૂચ : કમોસમી વરસાદ બાદ હવે ખેડૂતોના માથે કેનાલનું વિધ્ન
X

ચાલુ વર્ષે ખેડૂતોના માથેથી મુસીબતો ઓછી થવાનું નામ લેતી નથી. કમોસમી વરસાદના મારથી માંડ બેઠા થયેલાં ખેડૂતોને હવે ખખડધજ કેનાલોનો પ્રશ્ન સતાવી રહયો છે. ભરૂચ જિલ્લામાં 600 કીમીથી વધારે વિસ્તારમાં કેનાલો ભંગાર હાલતમાં હોવાના કારણે ખેડૂતો માટે સિંચાઇના પાણીનો પ્રશ્ન ઉભો થયો છે.

ભરૂચ જિલ્લામાં બે પાક નિષ્ફળ જવાથી ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા હતાં પણ તેમણે હિમંત હાર્યા વિના દેવું કરીને ત્રીજુ વાવેતર કર્યું છે. ખેડૂતોએ વાવેતર તો કરી દીધું છે પણ ૬૦૦ કિ.મીથી વધુ કેનાલોનું સમારકામ ન થતા ખેતરો સુધી કેનાલનું પાણી આવશે કે કેમ તે એક સવાલ ઉભો થયો છે. ઉનાળામાંજ કેનાલોનું સમારકામ થવુ જોઈએ એ આજદિન સુધી થયું નથી અને નજીકના ભવિષ્યમાં સમારકામ થાય એમ લાગતુ નથી. આમોદ તાલુકાની ૧૦૨ કીમી અને વાગરા તાલુકાની ૧૦૦ કીમી જેટલી કેનાલોની મરામત હજી સુધી કરવામાં આવી નથી. રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ લાગુ કર્યાનો સંતોષ માને છે. જ્યારે આજે પણ કેટલીયે માઇનોર કેનાલો બની ગઈ હોવા છતાંયે તેમાં વર્ષો પછી પણ એકેય ટીપું પાણી આવ્યુ નથી. વાગરા તાલુકાના વહિયાલ, કલમ, પીપલીયા અને પખજણના ખેડૂતોમાં કેનાલ વિભાગના અધિકારીઓ સામે રોષ જોવા મળી રહયો છે.

Next Story