Connect Gujarat
Featured

ભરૂચ: ફાસ્ટટેગની અમલવારી શરૂ, સ્થાનિક વાહન ચાલકોને ટેક્ષમાંથી મુક્તિ આપવાની માંગ

ભરૂચ: ફાસ્ટટેગની અમલવારી શરૂ, સ્થાનિક વાહન ચાલકોને ટેક્ષમાંથી મુક્તિ આપવાની માંગ
X

આજથી સમગ્ર દેશના નેશનલ હાઇવે પરના ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગની અમલવારી શરૂ કરવામાં આવી છે ત્યારે ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનોને ટેક્ષમાંથી મુક્તિ આપવાની માંગ કરાઇ છે.

કેન્દ્ર સરકાર દ્વારા આજથી સમગ્ર દેસમાં નેશનલ હાઇવે પર આવેલ ટોપ્લાઝા પર ફાસ્ટટેગની અમલવારી શરૂ કરવામાં આવી છે. ફાસ્ટટેગ વગર ટોલ પ્લાઝા પર બમણો ટોલ ચૂકવવો પડશે ત્યારે ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ મૂલદ ટોલ પ્લાઝા પર પણ ફાસ્ટટેગની અમલવારી શરૂ કરવામાં આવી છે. હાલ સુધી ભરૂચના સ્થાનિક વાહનોને ટોલ ભરવામાંથી મુક્તિ હતી પરંતુ ફાસ્ટ ટેગની અમલવારી શરૂ થતાં જ હવે ભરૂચના વાહન ચાલકોએ પણ ટોલ ભરવો પડશે ત્યારે સ્થાનિક વાહનચાલકો વિરોધ નોધાવી રહ્યા છે. મૂલદ ગામના વાહન ચાલકોએ જણાવ્યુ હતું કે નેશનલ હાઇવેના નિર્માણમાં ગામ લોકોની જ જમીન સંપાદન કરવામાં આવી હતી અને માટીનો પણ ઉપયોગ થયો હતો.ગામ લોકોના ખેતર પણ રાષ્ટ્રીય ધોરી માર્ગની આસપાસ જ આવેલા છે અને દિવસમાં ઘણી વખત તેઓ ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે ત્યારે ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ભરૂચના મૂલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકોને મુક્તિ આપવા ઘણા આંદોલનો થયા છે ત્યારે ફરીએકવાર યૂથ કોંગ્રેસ દ્વારા ટોલમાંથી મુક્તિ સાથે આંદોલનના મંડાણ થઈ રહ્યા છે.

Next Story