Connect Gujarat
ગુજરાત

રમતની પ્રેક્ટિસ એવી કરો કે તમે ક્યારેય જીત્યા નથી, રમત એવી રમો કે તમે ક્યારેય હાર્યા નથીઃ ધારાસભ્ય દુષ્યંત પટેલ

રમતની પ્રેક્ટિસ એવી કરો કે તમે ક્યારેય જીત્યા નથી, રમત એવી રમો કે તમે ક્યારેય હાર્યા નથીઃ ધારાસભ્ય દુષ્યંત પટેલ
X

કરાટે ડો ફેડરેશન ગુજરાત અને જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલ ભરૂચના ઉપક્રમે સન્માન સમારંભ યોજાયો

ભરૂચના શક્તિનાથ ખાતે આવેલા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કરાટેમાં ચેમ્પિયન એવાં ખેલાડીઓ તથા વિવિધ સ્તરે કોચિંગ સાથે સંકળાયેલા કરાટે માસ્ટર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત કરતા કરાટેનાં માસ્ટર સ્ટુડન્ટ્સ દ્વારા અનોખી રીતે ગણેશ વંદના કરવામાં આવી હતી. બાદમાં તમામ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરનાર કરાટેનાં ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કરાટેના સ્ટુડન્ટ્સ દ્વારા વિવિધ ડેમોન્સ્ટ્રેશન દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા.

આ તબક્કે ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલે સૌને બિરદાવી કોઈપણ સ્પોર્ટ્સની ઈવેન્ટમાં માત્ર બાળકો જ નહીં પણ વાલીઓને પણ તેમની સાથે જોડાઈને રસ દાખવી બાળકોને પ્રોત્સાહિત કરવા હાકલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, જીવનમાં સ્પોર્સ્ટસ ખૂબ મહત્વ ધરાવે છે જેના થકી ડર દૂર થાય છે. સ્પોર્ટ્સ હંમેશા લોકોને સ્પિરિટ આપે છે. પોઝીટીવ વિચારો સાથે ચેલેન્જિસને સ્વીકારવા માટેની તાકાત પુરી પાડે છે. અને એટલે જ કોઈપણ સ્પોર્ટસનો નિયમ છે કે, હારવું હજમ થવું જોઈએ અને જીત પચવી જોઈએ. કોઈપણ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા હોય નિરંતર તેની પ્રેક઼્ટિસ કરતા રહો. તે જીવનમાં ક્યાંક ને ક્યાંક કામ લાગશે. અંતે તેમણે જણાવ્યું હતું કે, રમતની પ્રેક્ટિસ એવી કરો કે તમે ક્યારેય જીત્યા નથી. અને રમત એવી રમો કે તમે ક્યારેય હાર્યા નથી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="64465,64466,64467,64468,64469,64470,64471,64472,64473,64474,64475"]

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા કરાટે એસોસિએશન ઓફ ઈન્ડિયાના મહામંત્રી ભરત શર્માએ જણાવ્યું હતું કે, કોઈપણ બાબત હોય સૌ પહેલાં પોતાના ઉપર પ્રયોગ કરવો જોઈએ. સ્પોર્ટ્સમાં બાળકોને હંમેશાં છૂટ આપો, તેમને રમવા દો. પણ કોઈપણ પ્રકારની રમતમાં ડિસિપ્લિન અને ડાયેટ એ મહત્વનું પાસું છે. તેના ઉપર પણ ધ્યાન આપવું એટલું જ અગત્યનું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કરાટેને પહેલાં કોઈ સ્પોર્ટસમાં ગણવામાં આવતું નહોતું. હવે તેનું વિવિધ સ્તરની રમતોમાં સમાવેશ થયો છે. ત્ચારે હવે માત્ર કરાટે જ નહીં પણ કોઈપણ રમતમાં દેશનું પ્રતિનિધિત્વ કરતા તમામ ખેલાડીઓનું માન-સન્માન કેળવાવું જોઈએ. અને જેમ સૈનિકોને નિવૃત્તિ પછી પણ જે લાભો મળે છે તેવી રીતે સ્પોર્ટસમેનને પણ લાભ મળતા થાય તે માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તેના માટે એક સિગ્નેચર કેમ્પેન પણ શરૂ કર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માણસને ભણવા માટે કોઈ ઉંમરનો બાધ નડતો નથી. તે ક્યારેય પણ ભણી શકે અને ડિગ્રી મેળવી શકે છે. પરંતુ રમવા - કૂદવાનો જીવનમાં એક નિશ્ચિત સમયગાળો હોય છે. અને તે 16થી 20 વર્ષની વયનો. તેના પછી રમતના અવકાશ ઓછા હોય છે. તેથી આ ઉંમરમાં બાળકોને સ્પોર્ટ્સ તરફ પ્રેરિત કરવા જોઈએ.

આ કાર્યક્રમ દરમિયાન પ્રોલાઈફ ઈન્ડસ્ટ્રીઝનાં એમડી અને જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલ ભરૂચનાં ચેરમેન એમ.એસ. જોલીને ISSKAમાં સમાવીને નેશનલ લેવલની જવાબદારી સોંપવામાં આવી હતી. રાજ્યભરમાંથી આવેલા વિવિધ જિલ્લામાં ફેડરેશન, ખેલાડીઓ, રેફરીને આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

Next Story
Share it