Connect Gujarat
ગુજરાત

ભરૂચ : મક્તમપુર વિસ્તારની ધી ભરૂચ સિમેન્ટ પાઇપ ફેક્ટરીમાં લાગી આગ, ફાયર વિભાગ દોડ્યું

ભરૂચ : મક્તમપુર વિસ્તારની ધી ભરૂચ સિમેન્ટ પાઇપ ફેક્ટરીમાં લાગી આગ, ફાયર વિભાગ દોડ્યું
X

ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ ધી ભરૂચ સિમેન્ટ

પાઇપ ફેક્ટરીમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.

ભરૂચ શહેરના મક્તમપુર રોડ સ્થિત સી’ ડિવિઝન પોલીસ મથકની પાછળના ભાગે આવેલ સિમેન્ટના પાઇપ બનાવતી ધી ભરૂચ સિમેન્ટ પાઇપ ફેક્ટરીમાં અચાનક જ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. આગ લાગવાના પગલે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. બનાવની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગના કાફલાએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બે ફાયર ટેન્ડરની મદદથી સમગ્ર આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, મક્તમપુર રોડ પર

આવેલ ધી ભરૂચ સિમેન્ટ પાઇપ ફેક્ટરીમાં સિમેન્ટના નાના અને મોટા પાઇપ બનાવવામાં આવે

છે, જેના ગોડાઉનમાં આસપાસ મોટા પ્રમાણમાં સૂકું ઘાસ અને

અમુક પ્લાસ્ટિકના પાઈપનો જથ્થો પણ હતો. જે સૂકા ઘાસમાં તણખલું લાગતાં આગ લાગી

હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ

હાલ સુધી જાણી શકાયું નથી.

Next Story