Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ઝઘડીયાના કપાટ ગામે અંકલેશ્વર જોલા મંડળ દ્વારા કરાયો પ્રથમ ગ્રામ્ય કક્ષાની લાયબ્રેરીનો પ્રારંભ

ભરૂચ : ઝઘડીયાના કપાટ ગામે અંકલેશ્વર જોલા મંડળ દ્વારા કરાયો પ્રથમ ગ્રામ્ય કક્ષાની લાયબ્રેરીનો પ્રારંભ
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની જોલા મંડળ લાઇબ્રેરીએ ઝઘડીયા તાલુકાના કપાટ ગામમાં પ્રથમ ગ્રામ્ય લાયબ્રેરીનો પ્રારંભ કર્યો છે. જોલા

લાઇબ્રેરી દ્વારા ગ્રામ્ય

લેવલ પર જઈ જરૂરિયાતમંદ બાળકોને

જ્ઞાન આપવાની સાથે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.

અંકલેશ્વવર જોલા લાઇબ્રેરી મંડળ

દ્વારા ઝઘડીયા તાલુકાના કપાટ

ગામ સહિત આસપાસના ગ્રામ્ય

વિસ્તારમાં ભણતા વિદ્યાર્થીઓને ભણતરની સાથે જ્ઞાન મળે તે માટે લાઈબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે. જોલા લાઇબ્રેરીના પ્રારંભે વિદ્યાર્થીઓને

પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી વર્ષ દરમ્યાન દરેક ગામમાં જોલા લાઇબ્રેરીની ગ્રામ્ય કક્ષાએ અનેક શાખાઓ સ્થાપવાનું પણ આયોજન

કરાયું છે.

ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુમાં વધુ જ્ઞાન મળે તેવા ઉમદા કાર્ય સાથે જોલા લાઈબ્રેરીના ટ્રસ્ટી મંડળના સભ્ય દક્ષાબેન

તથા યુ.એસ.થી પધારેલા પ્રતિક્ષાબેન દ્વારા કપાટ ગામે ગ્રામ્ય કક્ષાની જોલા લાઇબ્રેરીનો પ્રારંભ કરાતા

ગ્રામજનોમાં ખુશીની લાગણી સાથે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટી મંડળના દક્ષાબેને જણાવ્યુ હતું કે, શહેરના

વિધાર્થીઓ મોબાઈલ અને ઈન્ટરનેટની સુવિધાઓથી જ્ઞાન મેળવે છે, પરંતુ છેવાડાના ગામમાં

રહેતા વિદ્યાર્થીઓ મૂળભૂત સુવિધાઓ વંચિત રહેતા હોય છે, ત્યારે જોલા લાઈબ્રેરી દ્વારા તેઓને પણ ભણતરની સાથે હવે અવનવું જ્ઞાન મળશે.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જોલા લાઈબ્રેરી મંડળના સભ્ય દક્ષા શાહ, ચેતનભાઇ, પ્રતિક્ષાબેન, કપાટ

ગામના આગેવાન ઇશ્વરભાઇ સહિત મોટી સંખ્યામાં કપાટ ગામના ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story