Connect Gujarat
Featured

ભરૂચ : ગૂગલ મીટના માધ્યમથી સૌપ્રથમવાર ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેન્કની વાર્ષિક સાધારણ સભા મળી

ભરૂચ : ગૂગલ મીટના માધ્યમથી સૌપ્રથમવાર ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેન્કની વાર્ષિક સાધારણ સભા મળી
X

ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે ગૂગલ મીટના માધ્યમથી સૌપ્રથમવાર ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેન્કની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.

ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલ રાજપૂત છાત્રાલય ખાતે રવિવારના રોજ ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેન્કના ચેરમેન અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જોકે કોરોના વાયરસના કાળરૂપી ચક્રને ધ્યાનમાં રાખી ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેન્કની સાધારણ સભા સૌપ્રથમવાર ગૂગલ મીટ એપના માધ્યમથી ઓનલાઈન યોજવામાં આવી હતી. જેમાં સરકારના નિયમ અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ફક્ત 50 જેટલા મર્યાદિત બેન્કના સભાસદોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત રાજપૂત છાત્રાલય ખાતે 6 જેટલા અલગ અલગ હોલમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા વાર્ષિક સામાન્ય સભાની કાર્યવાહી સંપન્ન કરવામાં આવી હતી.

Next Story