Connect Gujarat
Featured

ભરૂચ : લોકડાઉનમાં બોગસ પાસ સાથે ફરતી મર્સિડીઝ કારનો ફરાર માલિક આખરે આવ્યો સકંજામાં

ભરૂચ : લોકડાઉનમાં બોગસ પાસ સાથે ફરતી મર્સિડીઝ કારનો ફરાર માલિક આખરે આવ્યો સકંજામાં
X

અંકલેશ્વરના ખરોડ ગામ પાસે આવેલી દર્શન હોટલ નજીકથી બોગસ પાસ સાથે ફરતી મર્સિડીઝ કારના માલિકને આખરે ગ્રામ્ય પોલીસે ઝડપી પાડયો છે.

લોકડાઉન દરમિયાન ભરૂચ જિલ્લામાં કડક નાકાબંધી કરવામાં આવી હતી. એપ્રિલ મહિના દરમિયાન અંકલેશ્વરના નેશનલ હાઇવે પર આવેલાં ખરોડ ગામ પાસે દર્શન હોટલ પાસેના પોઇન્ટ પર પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી હતી. દરમિયાન સુરત તરફથી આવી રહેલી મર્સિડીઝ કાર નંબર જીજે-16 સીએન-9999ને રોકવામાં આવી હતી. કારના ડ્રાયવર પાસેથી કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયનું મેડીસીન એન્ડ ફાર્માસ્યુટીકલનો લોકડાઉનમાં અવરજવર માટેનો પાસ મળી આવ્યો હતો. પોલીસે પાસની તપાસ કરાવતાં તે બોગસ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કારના ડ્રાયવર અને વડોદરાના રહેવાસી ચંદુભાઇ કટારીયાની અટકાયત કરી હતી. બનાવ સંદર્ભમાં ચંદુ કટારીયા અને કારના માલિક હસ્તીસિંહ રાજપુરોહિત વિરૂધ્ધ ભારતીય ફોજદારી ધારા, નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ તથા એપેડેમીક એકટ તેમજ ગુજરાત પોલીસ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં ફરાર રહેલાં કારના માલિકને અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story