ભરૂચ : 18 હજાર સભાસદો સંક્રમિત થવાની ભિતિ વ્યકત કરતી ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ

0

ભરૂચ જિલ્લાના વટારીયા ગામે આવેલી ગણેશ સુગર ફેકટરીની ચુંટણી મુલતવી રાખવાની માંગ સાથે ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિએ તંત્રવાહકોને આવેદનપત્ર આપ્યું છે.

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે વટારીયાની ગણેશ સુગર ફેકટરીની ચુંટણી મુલતવી રાખવાની માંગ ઉઠી છે. ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિના સભ્યોએ મંગળવારના રોજ તંત્રવાહકોને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. રજુઆતમાં જણાવ્યા અનુસાર ગણેશ સુગર ફેકટરીના 18 હજાર જેટલા સભાસદો છે અને દરેક સભાસદ મતાધિકાર ધરાવે છે. જો હાલના સંજોગોમાં ચુંટણી યોજવામાં આવે તો કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here