Connect Gujarat
ગુજરાત

ભરૂચ શહેર અને જીલ્લામાં હર્ષોલ્લાસ સાથે ગણેશજીની પ્રતિમાંઓનું વિર્સજન

ભરૂચ શહેર અને જીલ્લામાં હર્ષોલ્લાસ સાથે ગણેશજીની પ્રતિમાંઓનું વિર્સજન
X

ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી જ શહેરના માર્ગો શ્રીજીમય બન્યા

ભરૂચ શહેર અને જીલ્લામાં છેલ્લા ૧૦ દિવસનું આતિથ્ય માણ્યા બાદ મંગળવારે સવાર થીજ ‘ગણપતિ બાપ્પા મોરિયા પુડચા વર્ષી લવ કરી આ’ના નારા અને ડી.જે.ના તાલે ગજાનંદની ભવ્ય વિસર્જનયાત્રાઓ એ શહેરના માર્ગોને ભક્તિમય વાતાવરણમાં ફેરવી નાંખ્યા હતા.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="66350,66351,66352,66353,66354,66355,66356,66357,66358,66359,66360,66361,66362"]

શહેરના શક્તિનાથ, લિંક રોડ આજુબાજુની સોસાયટીના ગણપતિને શક્તિનાથ ખાતેથી સ્વાગત કરી પ્રસ્થાન કરાવાયું હતું જ્યારે જુના બજાર, ચકલા, દાંડિયા બજાર સહિત જુના ભરૂચના ગણપતિને સ્વાગત કરી પ્રસ્થાન કરાવાયા હતા. તુલસીધામ, ઝાડેશ્વર સહીતના માર્ગો ઉપર ભક્તિભાવ પૂર્વક વાજતે ગાજતે ભવ્ય વિસર્જન યાત્રાઓ નીકળી હતી. વિસર્જન યાત્રામાં વિવિધ મંડળો અલગ-અલગ ડ્રેસકોડમાં જોવા મળતા હતા. ઢોલ-નગારા અને ડી.જે.ના નાદ સાથે વાજતે-ગાજતે ઉન્માદ સાથે ગાંડાતૂર બની ગણપતિ બાપ્પા મોરીયા ના નારા લગાવી ગુલાલની છોળો ઉડાવી હતી. ઠેરઠેર વિવિધ સંગઠનો દ્વારા શરબત પાણીના પાઉચ સહીત પ્રસાદીના વિતરણનું આયોજન પણ કરાયું હતું.

જયારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઝાડેશ્વર ખાતે આવેલા નીલકંઠેશ્વર મંદિર ખાતે નર્મદા નદીના કિનારે વિવિધ ગણેશ મંડળો દ્વારા શ્રીજીને”ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આ”ના નાદ સાથે વિદાય આપી હતી તો તંત્ર દ્વારા શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સાંઈ મંદિર પાછળ ના ભાગે કુત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું હતું જયારે ૮ ફુટ થી ઊંચી ગણેશજીની પ્રતિમાઓ માટે ભાડભુત ગામ ખાતે આવેલા નર્મદા નદી ના ઓવારે વિશેષ આયોજન કરાયું હતું.

શહેર અને જીલ્લામાં ગણેશજીના વિસર્જન યાત્રામાં કોઈ અનિછનિય બનાવો ના બને તે માટે હજારો પોલીસ જવાનો ને ગણેશ વિસર્જનયાત્રા ના રૂટ ઉપર ખડેપગે મુકવામાં આવ્યા હતા જયારે પાલીકા દ્વારા ફાયર સહીત એમ્બ્યુલન્સ સેવા પણ તંત્ર દ્વારા વિસર્જન સ્થળ ઉપર તૈનાત કરવામાં આવી હતી.ભરૂચમાં બપોરે ૧૨ વાગ્યા બાદથી શહેરના કેટલાય સ્થળોએથી શોભાયાત્રાને વિસર્જન આરતી કરી પ્રસ્થાન કરાવી હતી.

Next Story