Connect Gujarat
ગુજરાત

ભરૂચ : કાવી કંબોઇ ખાતે મહાશિવરાત્રીના મેળામાં મોબાઈલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ, પોલીસે રૂ. 3.5 લાખનો મુદ્દામલ જપ્ત કર્યો

ભરૂચ : કાવી કંબોઇ ખાતે મહાશિવરાત્રીના મેળામાં મોબાઈલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ, પોલીસે રૂ. 3.5 લાખનો મુદ્દામલ જપ્ત કર્યો
X

ભરૂચ જિલ્લાના

જંબુસર તાલુકાના કાવી કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના

મેળામાં મોબાઈલ ચોરી કરતી ગેંગના 5 શખ્સોને ઇકો કાર સાથે

ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા.

જંબુસર તાલુકાના

કાવી કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના મેળા દરમ્યાન મોટી

સંખ્યામાં માનવમહેરામણ ઊમટ્યું હતું, ત્યારે મંદિરે

આવતા શ્રધ્ધાળુઓની ભારે ભીડનો લાભ લઈને કેટલાક શખ્સોએ 10થી વધુ અલગ અલગ કંપનીના

મોબાઈલ ચોરીના બાનવને અંજામ આપ્યો હતો.

ભરૂચની લોકલ ક્રાઇમ

બ્રાન્ચ પોલીસની ચોક્કસ બાતમી હતી કે, કાવી કંબોઇ સ્થિત

સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના મેળામાં મોબાઈલ ચોરી કરતી ગેંગના

શખ્સો એક ઇકો કાર લઈને આવી રહ્યા હતા. તે દરમ્યાન ઇકો કાર નજરે પડતાં તેને રોકી

અંદર રહેલા 5 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે

જંબુસરના રહેવાસી મકસૂદ ગુલામ રસુલ, સાજીદ રસુલ મલેક, હસન અલી પટેલ તેમજ અન્ય બે ભરૂચના રહેવાસી યાસીન હસન સિંધી અને જિગ્નેશ

ગોહિલે યોગ્ય જવાબ ન આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી, ત્યારે આ તમામ પાસેથી 11 જેટલા અલગ અલગ કંપનીના મોબાઈલ મળી આવ્યા હતા. જેમાં

ઓપો કંપનીના 3 નંગ મોબાઇલ કિમત રૂપિયા 15 હજાર, એમઆઈ

કંપનીનો 1 નંગ મોબાઇલ કિમત રૂપિયા 5 હજાર, સેમસંગ

કંપનીનો 1 નંગ મોબાઇલ કિમત રૂપિયા 5 હજાર, રેડમી

કંપનીનો 1 નંગ મોબાઇલ કિમત રૂપિયા 5 હજાર, વિવો કંપનીના

3 નંગ મોબાઇલ કિમત રૂપિયા 17 હજાર, ટેકનો કંપનીનો 1 નંગ

મોબાઇલ કિમત રૂપિયા 3 હજાર સહિત ઇકો કાર કિમત રૂપિયા 2.55.000 લાખ મળી કુલ કિમત

રૂપિયા 3.05.000 લાખનો મુદ્દામલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story