Connect Gujarat
Featured

ભરૂચ : છેલ્લા 8 માસથી બંધ બાગ-બગીચાઓ પુનઃ ખુલશે, જાણો કેવા નિયમો સાથે લોકોને મળશે પ્રવેશ..!

ભરૂચ : છેલ્લા 8 માસથી બંધ બાગ-બગીચાઓ પુનઃ ખુલશે, જાણો કેવા નિયમો સાથે લોકોને મળશે પ્રવેશ..!
X

કોરોના કાળ દરમ્યાન ભરૂચમાં છેલ્લા 8 માસથી બંધ શહેરના તમામ બાગ-બગીચાઓ સામાન્ય પ્રજા માટે બંધ રાખવામાં આવ્યા હતા, ત્યારે સરકારની ગાઈડલાઇન અનુસાર આવતી કાલથી બાગ-બગીચાઓને પુનઃ ખોલવા પાલિકા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના મહામારીના પગલે દેશભરમાં લોકડાઉન જાહેર કરાયા બાદ તમામ જાહેર સ્થળો બંધ કરી દેવામાં આવ્યા હતા. બાગ-બગીચા, સિનેમા હૉલ સહિતના સ્થળો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યા હતા, ત્યારે અનલોક પ્રક્રિયાના પાંચમાં ચરણમાં હવે આ તમામ સ્થળોને પુનઃ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઈને આવતી કાલે સોમવારના રોજથી ભરૂચ શહેર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા તમામ બાગ-બગીચાઓ સામાન્ય પ્રજા માટે ખુલ્લા મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે સવારે 8થી 10 અને સાંજે 4થી 8 વાગ્યા સુધી લોકો બાગ-બગીચાઓમાં પ્રવેશ મેળવી શકશે. પરંતુ કોવિડના ખતરાને લઈને પાલિકા પ્રશાસન દ્વારા કેટલાક નિયમો ફરજિયાત કરવામાં આવ્યા છે. જેમાં સરકારની ગાઈડલાઇનના પાલન સાથે જ લોકોને પાર્કમાં પ્રવેશ આપવામાં આવશે, ત્યારે ભરૂચની જનતાને માસ્ક, સેનેટાઇઝર સહિત સોશિયલ ડિસ્ટન્સનું ચોક્કસ પાલન કરવા માટે પાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Next Story