Connect Gujarat
ગુજરાત

ભરૂચ: દહેજ ઇજેક લીમીટેડ કંપનીમાં ગેસ ગળતર, એક યુવાનનું મોત

ભરૂચ: દહેજ ઇજેક લીમીટેડ કંપનીમાં ગેસ ગળતર, એક યુવાનનું મોત
X

ભરૂચ દહેજ સ્થીત ઇજેક લીમીટેડ કંપનીમાં ગેસગળતરની ધટના બનવા પામી છે. જેમાં એક આશાસ્પદ કામદારે જીવ ગુમાવવાનો વારો અવ્યો છે.

ભરૂચના શેરપુરા ખુરશીદ પાર્કમાં રહેતા તોફિક

ઐયુબ ખીલજી છેલા પાંચ વર્ષથી દહેજ સ્થીત ઇજેક લીમીટેડમાં કામ કરતા હતા. જેઓ આજરોજ ફસ્ટ શિફ્ટમાં રાબેતા મુજબ નોકરી ઉપર ગયા હતા. જયાં પ્રેસર વેસલ

પલાંટમાં કામકરતી વેળા અચાનક ગેસ ગળતર થતા તે ગુંગળાઇને બેભાન થયો હતો. તઓફિક અચાનક

બેભાન થતા તેની સાથે કામકરતા અન્ય કામદારોમાં ભાગદોડ મચી હતી.જેને સારવાર અર્થે કંપની

દ્વારા તાત્કાલિક ભરૂચની એક ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો.જયાં ગેસ ગળતરના કારણે

સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નિપજયું હતું.

અ ઘટનાની જાણ તેના વાલીવારસોને થતાં જ તેઓ ભરૂચની

ખાનગી હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા.એક આશાસ્પદ નવયુવાનના મોતના પગલે તેમના આક્રંદે

સમગ્ર હોસ્પીટલમાં ગમગીની છવાઇ હતી.

Next Story