Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ GEB કચેરીએ લોકોનો હલ્લાબોલ, વીજબીલમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ

ભરૂચઃ GEB કચેરીએ લોકોનો હલ્લાબોલ, વીજબીલમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ
X

કેટલાંક લોકોએ ઉજાલા બલ્બ લીધા પણ નથી છતાં તેમનાં બિલમાં ચાર્જ ઉમેરાયને આવે છે.

ભરૂચનાં પાંચબત્તી ખાતે આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઓફિસ ખાતે પશ્ચિમ વિસ્તારના લોકોએ હોબાળો માચાવ્યો હતો. ઉજાલા બલ્બ ખરીદી લીધા હોવા છતાં તેમજ કેટલાક લોકોએ બલ્બ જોયા પણ નથી તેમ છતાં વીજ બિલમાં તેનો ચાર્જ ઉમેરાયને આવતો હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જેના પગલે વીજકંપનીની ઓફિસે પહોંચેલા લોકોએ હલ્લાબોલ કરી મૂક્યો હતો.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (GEB)દ્વારા લોકોને આપવામાં આવેલા લાઈટ બિલમાં ગંભીર ભૂલો જણાઈ આવી હતી. પાંચબત્તી ખાતે આવેલી GEBકચેરી ખાતે હોબાળો મચાવી રહેલા લોકોનો આક્ષેપ હતો કે, જી.ઇ.બીના તંત્ર દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.

રજુઆત કરવા પહોંચેલા લોકો એ જણાવ્યું હતું કે, કેટલાક લોકોએ ઉજાલા બલ્બ લીધા પણ નથી છતાં પણ બિલમાં ૭૫ રૂપિયા જેટલો ચાર્જ ઉમેરાયને આવ્યો છે. તેમજ જે લોકોએ બલ્બનાં સંપૂર્ણ નાણા ચૂકવીને બલ્બ લઈ લીધા છે. તેમનો પણ બીલમાં ચાર્જ ઉમેરાયને આવતા લોકોએ જી.ઇ.બી. કચેરી સામે હલ્લો મચાવ્યો હતો. અને જી.ઇ.કચેરી ખાતે કાર્યપાલક એન્જીનીયરને સમગ્ર બાબતે રજુઆત કરી હતી. કાર્યપાલક ઈજનેર અજય પટેલે જણાવ્યું હતું કે, તપાસ બાદ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

Next Story