ભરૂચ : મુલ્યવર્તી શિક્ષણ માટે પથદર્શક ગૃપના ઉપક્રમે યોજાઇ ગોષ્ઠિ

મુલ્ય શિક્ષણ માટે ત્રણ પાયા છે જેમાં શિક્ષકો અને મેનેજમેન્ટ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા શાળા અને વાલીઓ વચ્ચે મનમેળ હોવો ખુબ જરૂરી છે તેમ જાણીતા એજયુકેટર પરેશભાઇ ભટ્ટે જણાવ્યું છે.
વિદ્યાર્થીઓને મુલ્ય શિક્ષણ આપવા માટે રાજયમાં સૌ પ્રથમ ભરૂચમાં નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં 23 થી વધુ શાળાઓના સંચાલકો અને આચાર્યોએ ભેગા મળી પથદર્શક ગૃપની સ્થાપના કરી છે. આ ગૃપમાં જોડાયેલા સંચાલકો તથા આચાર્યો વિદ્યાર્થીઓને સર્વાંગી શિક્ષણ કેવી રીતે આપી શકાય તેના માટે પ્રયાસો કરી રહયાં છે. પથદર્શન ગૃપની પ્રથમ ગોષ્ઠિ સોમવારના રોજ ભરૂચની એસવીઇએમ સ્કુલ ખાતે યોજવામાં આવી હતી. જેમાં જાણીતા એજયુકેટર પરેશભાઇ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહયાં હતાં.
તેમણે મુલ્ય શિક્ષણ માટે મુલ્ય શિક્ષણ માટે ત્રણ પાયા છે જેમાં શિક્ષકો અને મેનેજમેન્ટ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા શાળા અને વાલીઓ વચ્ચે મનમેળ હોવો ખુબ જરૂરી છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એન.એમ. મહેતા, જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી યોગેશભાઇ પારીક, એસવીઇએમ સ્કુલના ટ્રસ્ટી દેવાંગભાઇ ઠાકોર, નારાયણ વિદ્યાવિહાર શાળાના આચાર્ય મહેશ ઠાકર, નારાયણ વિદ્યાલયના આચાર્ય ડૉ. ભગુભાઇ પ્રજાપતિ સહિત વિવિધ શાળાઓના સંચાલકો તથા આચાર્યો હાજર રહયાં હતાં.