Connect Gujarat
ગુજરાત

ભરૂચ : GNFC કંપનીમાંથી નાઇટ્રોજન ડાયોકસાઇડ ગેસ લીકેજ થતાં દોડધામ

ભરૂચ : GNFC કંપનીમાંથી નાઇટ્રોજન ડાયોકસાઇડ ગેસ લીકેજ થતાં દોડધામ
X

ભરૂચની GNFC કંપનીના WNA પ્લાન્ટમાંથી શનિવારે સાંજના સમયે નાઇટ્રોજન ડાયોકસાઇડ નામનો ગેસ લીકેજ થતાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ( જીપીસીબી)ની ટીમ કંપની ખાતે તપાસ માટે પહોંચી ચુકી છે. પ્રાથમિક તબકકે ગેસનું વહન કરતી પાઇપલાઇનની સ્વીચ ટ્રીપ થઇ જતાં આ ઘટના બની હોવાની વિગતો સામે આવી રહી છે. નાઇટ્રોજન ડાયોકસાઇડ ગેસ હવામાં ફેલાઇ ચુકયો છે અને પવનનું જોર પણ વધારે હોવાથી આસપાસના વિસ્તારમાં તેની કોઇ અસર થાય છે કે નહી તેની ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કંપનીમાંથી લીકેજ થયેલા ગેસના પીળા રંગના ધુમાડા દુર દુર સુધી જોવા મળ્યાં હતાં. ઘટના બાબતે જીએનએફસી કંપની તરફથી હજી સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

Next Story