Connect Gujarat

ભરૂચ: સાતમા પગાર પંચ મામલે પોલિટેકનિક કોલેજના શિક્ષકોએ કાળા કપડાં પહેરી નોંધાવ્યો વિરોધ

ભરૂચ: સાતમા પગાર પંચ મામલે પોલિટેકનિક કોલેજના શિક્ષકોએ કાળા કપડાં પહેરી નોંધાવ્યો વિરોધ
X

ભરૂચની પોલિટેકનિક કોલેજ ખાતે સાતમા પગાર પંચ મામલે શિક્ષકોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે જો આગામી દિવસોમાં પોલિટેકનિક કોલેજના શિક્ષકોની માંગ નહીં સંતોષાય તો સરકારની નીતિ સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી.

કેન્દ્ર સરકાર દ્વારા સાતમા પગાર પંચની અમલવારી કરવાનો આદેશ હોવા છતાં પોલિટેકનિક કોલેજોમાં આદેશની અમલવારી ન થતા રાજ્યભરમાં પોલિટેકનિક કોલેજના શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોલિટેકનિક અધ્યાપક મંડળના લોકલ યુનિટ, ગવર્મેન્ટ પોલિટેકનિક રાજપીપળા તેમજ ભરૂચના અધ્યાપકો દ્વારા સાતમા પગાર પંચની માંગણી સંદર્ભે વિરોધ કરવામાં આવ્યો હતો. ભરૂચની પોલિટેકનિક કોલેજ બહાર તમામ શિક્ષકો સહીત કર્મચારીઓએ કાળા કપડાં પહેરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

સમગ્ર મામલે ભરૂચ પોલિટેકનિક કોલેજના શિક્ષકોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મતભેદ રાખીને તેમને સાતમા પગાર પંચથી દૂર રાખવામાં આવી રહ્યા છે. જો આગામી દિવસોમાં સરકાર દ્વારા પોલીટેકનીક કોલેજના શિક્ષકોની માંગ નહીં સંતોષાય તો સરકારની નીતિ સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

Next Story
Share it