ભરૂચ : સૈન્યના સામાનની બિલ્ટી બનાવી ગુટખા અને તમાકુનું વહન કરતું કન્ટેનર ઝડપાયું

0
464

ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે સૈન્યના સામાનની બિલ્ટી બનાવી તમાકુ અને ગુટખાની હેરાફેરીના કારસાને ઝડપી પાડયો છે. 77 લાખ રૂપિયા ઉપરાંતના મુદામાલ સાથે કન્ટેનરના ડ્રાયવરની ધરપકડ કરવામાં આવી છે.

ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ ચોકકસ બાતમીના આધારે મુલદ ટેકસ પ્લાઝા પાસે વાહનોનું ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક કન્ટેનર આવતાં તેને રોકવામાં આવ્યું હતું. કન્ટેનરના ડ્રાયવરની પુછપરછ કરવામાં આવતાં તેણે કન્ટેનરમાં વડોદરામાં આવેલાં સૈન્યના મથકની જીવન જરૂરીયાતની વસ્તુઓ હોવાનું જણાવી હાઉસ હોલ્ડ મટીરીયલની બિલ્ટી બતાવી હતી. ડ્રાયવરની હિલચાલ શંકાસ્પદ લાગતાં પોલીસે કન્ટેનરની તલાશી લીધી હતી. કન્ટેનરમાંથી સૈનિકો માટે લઇ જવાતી સામગ્રીના બદલે તમાકુ અને ગુટખાનો જથ્થો મળતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે 71 લાખ રૂપિયા ઉપરાંતના ગુટખા તેમજ તમાકુના જથ્થા સહિત કુલ 77 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. હાલ તો કન્ટેનરના ડ્રાયવરની ધરપકડ કરી હતી. આ ઘટનામાં ખાંડા ટ્રાન્સપોર્ટના માલિક લકકીસિંહ સહિત અન્ય આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here