Connect Gujarat
Featured

ભરૂચ: હાંસોટ તાલુકામાં આજથી કોરોના વેકશીનેશનનો પ્રારંભ, જુઓ કેટલા કોરોના વોરિયર્સને મુકાઈ રસી

ભરૂચ: હાંસોટ તાલુકામાં આજથી કોરોના વેકશીનેશનનો પ્રારંભ, જુઓ કેટલા કોરોના વોરિયર્સને મુકાઈ રસી
X

હાંસોટ તાલુકામાં પ્રથમ તબક્કાના કોરોના રસિકરણનો શનિવારના રોજ ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં 98 સરકારી તેમજ ખાનગી ફ્રન્ટ લાઇનકોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. રસી લેનાર તબીબો પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રસી સુરક્ષિત ને કોઈ આડ અસર થઇ નથી અફવા થી દૂર રહી રસીકરણ કરી સરકારના પ્રત્યંતમાં સહભાગી થવા અપીલ કરી હતી.

ભરૂચ જિલ્લામાં હાલ કોરોના વેક્સીનનું પ્રથમ તબક્કાનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. વિવિધ તાલુકામાં ચાલી રહેલા તબક્કાવાર રસીકરણ કાર્યક્રમમાં હાંસોટ તાલુકાનું રસીકરણ ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. હાંસોટ તાલુકામાં 98 જેટલા સરકારી અને ખાનગી ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. રસીકરણ કેન્દ્ર પર પ્રથમ તમામનું મેન્યુઅલ વેરિફિકસન એક કક્ષમાં કરી પ્રતીક્ષાકક્ષમાં કોરોના મહામારીની ગાઈડ લાઈન અનુસાર તમામને બેસાડવામાં આવ્યા હતા.ત્યારબાદ બીજા કક્ષમાં તેમને રસીકરણ કરી અન્ય એક કક્ષમાં તેમને 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા.

હાંસોટ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. સુશાંત કઠોરવાલાએ જણાવ્યું હતું કે સરકાર ની ગાઈડ લાઈન અને કાર્યક્રમ અનુસાર હાંસોટના ઇલાવ ખાતે પ્રથમ તબક્કાની રસીકરણ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ ને આપવામાં આવી રહી છે. જેમના માટે ત્રણ કક્ષ સાથે ની સુવિધા કરવામાં આવી છે. કુલ ખાનગી તેમજ સરકારી મળી 98 જેટલા ફ્રન્ટ લાઇન વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. હજી સુધી કોઈને આડ અસર થઇ નથી .

તો રસી લેનાર ખાનગી ક્લિનિક ચલાવતાં ઇલાવ ના ડૉ સુનિલ પાટીલએ જણાવ્યું હતું કે કોરોનાની રસીને લઇ મને 30 મિનિટ થઇ છે. મને કોઈજ આડ અસર થઇ નથી. લોકો અપીલ છે કે તેવો રસી લેવી જોઈએ અને અફવા થી દૂર રહેવું જોઈએ. અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ, ખરચ ના ચીફ મેડિકલ ઓફિસર ડૉ મેધના ભાલેરાવએ જણાવ્યું હતું કે આજે અમારી હોસ્પિટલ ના તમામ સ્ટાફ દ્વારા રસી લેવામાં આવી રહી છે. રસી લીધા ને અડધા કલાકનો સમય વીતવા આવ્યો છે. કોઈજ આડ અસર થઇ નથી.

Next Story