Top
Connect Gujarat

હરસિધ્ધિ કો.ઓ.ક્રેડીટ સોસાયટી લી. ભરૂચ દ્વારા સ્વ સહાય જુથના સભ્યોનો ધિરાણ વિતરણ કાર્યક્રમ સંપન્ન

હરસિધ્ધિ કો.ઓ.ક્રેડીટ સોસાયટી લી. ભરૂચ દ્વારા સ્વ સહાય જુથના સભ્યોનો ધિરાણ વિતરણ કાર્યક્રમ સંપન્ન
X

ભરૂચમાં હરસિધ્ધિ કો.ઓ.ક્રેડીટ સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ શ્રમજીવી મહિલાઓને અનાજ ભરવા તથા શિક્ષણની ફી ભરવા માટે ધિરાણ આપવાનો કાર્યક્રમ સોસાયટીના ચેરમેન અને પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયાના અધ્યક્ષસ્થાને ઝાડેશ્વર, દુબઈ ટેકરી સ્થિત કબીરમંદિર ખાતે યોજાયો હતો.

આ કાર્યકમની શરૂઆતમાં સુરતમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલ છાત્રોને સમુહ પ્રાર્થના દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યારબાદ સૌ મહેમાનોનું અભિવાદન કરી હેમરાજભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યુ કે ભરૂચમાં ધિરાણ આપતી અન્ય પ્રાઇવેટ સંસ્થાઓ ૩૬% સધીનું વ્યાજ વસુલ કરે છે. ત્યારે આપને લગભગ ૮.૫% ના કપાત વ્યાજદરે ખૂબજ સરળતાથી જરૂરિયાતમંદ શ્રમજીવીઓને ધિરાણ આપીએ છીએ જે ખરેખર પ્રશંસ્ય છે.

હ.કો.ઓ.ક્રે.સો.લી. ચેરમન ખુમાનસિંહ વાંસીયાએ જણાવ્યુ કે જ્યારે પણ બહેનોને મુશ્કેલી પડે અને ધિરાણની જરૂર પડે તો સંસ્થા ધિરાણ આપવા તૈયાર છે. પરંતુ નિયમિત હપ્તા ભરવાનો અને બચત આગ્રહ રાખવો જોઇએ. પ્રમાણિક્તા અને વિશ્વાસ એક સિકકાની બે બાજુ છે. તે હશે તો જુથના સભ્યો સંગઠિત થઈ કરકસર કરી અને પોતાનું જીવનનિવહિ ચલાવી શકશે.

આશિર્વચન આપતાં કબીરમંદિરના રણછોડદાસ ભગતે જણાવ્યું કે આપણે બચત કરીશું તો ચોક્કસ ધીરાણ મળવાનું જ છે. માટે કરકસર કરી બચત કરવી જરૂરી છે. ખરેખર હ.કો.ક્રે.સો.લી.ની ટીમ અને ચેરમેનને આપણે અભિનંદન આપીએ તેટલા ઓછા છે. કારણકે તેઓ ખરેખર જરૂરિયાતમંદ શ્રમજીવી બહેનોને સંકટ સમયે મદદ રૂપ થાય છે.

આજના આ કાર્યક્રમમાં ૧૨ મંડળના ૩ર લાભાર્થીઓને છ લાખ(૬,૦૦,૦૦૦/-) કરતાં વધારે ધિરાણના ચેકનું વિતરણ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું તેમ તુલસીપુરી બી.ગોસ્વામીએ જણાવેલ છે. કાર્યક્રમનુ સમાપન હ.કો.ઓ.ક્રે.લી.ના મેનેજર બાલુભાઈ રાવળ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમને સફળ બનાવવા હ.કો.ઓ.ક્રે.સો.લી.ના સૌ કાર્યક્રર સહયોગ પ્રાપ્ત થયો હતો.

Next Story
Share it