Connect Gujarat
ગુજરાત

ભરૂચ : પાણેથા ગામમાં ઉતર્યુ હેલીકોપ્ટર, લોકોમાં ફેલાયું અચરજ, જુઓ શું છે ઘટના

ભરૂચ : પાણેથા ગામમાં ઉતર્યુ હેલીકોપ્ટર, લોકોમાં ફેલાયું અચરજ, જુઓ શું છે ઘટના
X

ઝઘડીયા

તાલુકાના પાણેથા ગામમાં રવિવારના રોજ સફેદ રંગના હેલીકોપ્ટરે લેન્ડીંગ કરતાં

લોકોમાં અચરજ ફેલાયું હતું. હેલીકોપ્ટરમાં વડોદરાના વરરાજા પાણેથાની નવવધુને પરણવા

માટે આવ્યાં હતાં.

સાંપ્રત

સમયમાં લગ્નપ્રસંગને યાદગાર બનાવવા માટે અનેક તરકીબો અજમાવવામાં આવી રહી છે.

માલેતુજાર પરિવારોમાં હવે હેલીકોપ્ટરમાં જાન લઇ જવાનું ચલણ પ્રચલિત બની રહયું છે.

ઝઘડીયા તાલુકાના પાણેથા ગામમાં પણ વરરાજા હેલીકોપ્ટર લઇને આવ્યાં હતાં. ગામમાં

રહેતાં અતુલભાઈ પટેલની પુત્રીના લગ્ન વડોદરાના રહેવાસી વસંત પટેલના પુત્ર સાથે નિર્ધાર્યા હતાં. વરરાજા

સફેદ રંગના હેલીકોપ્ટરમાં બેસી પાણેથા ગામે આવ્યાં હતાં. નાનકડા ગામમાં અચાનક

હેલીકોપ્ટર ઉતરતાં લોક ટોળા એકત્ર થઇ ગયાં હતાં. લગ્નવિધિ બાદ વરરાજા અને નવવધુ

હેલીકોપ્ટરમાં વડોદરા જવા રવાના થઇ ગયાં હતાં.

Next Story