તારીખ ૬ ડીસેમ્બરને હોમગાર્ડઝ ડે તરીકે ઉજવવામાં આવે છે

ભરૂચમાં ૬ ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે હોમગાર્ડનાં જવાનો દ્વારા શહેરનાં માર્ગો ઉપર શિસ્તબદ્ધ રીતે પરેડ યોજવામાં આવી હતી. દરમિયાનમાં પરેડ સોનેરી મહેલ ખાતે પહોંચી હતી. હોમગાર્ડ જવાનોની પરેડમાં જિલ્લાના તમામ યુનિટના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

દેશના રક્ષણ માટે જેમ લશ્કરી જવાનો હોય છે તેમ આપણા હોમગાર્ડઝનું પણ એટલુંજ મહત્વ છે. ડો. ઝાકિરહુશેને હોમગાર્ડઝન દળની સ્થાપના કરી હતી. અને પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઇએ આ દળમાં પ્રાણ પૂર્યા હતા. કોમી હુલ્લડ, ભારત-પાક યુદ્ધ, વાવાઝોડા, ભૂકંપ કે અન્ય આકસ્મીક સમયે હોમગાર્ડઝ જવાનો હંમેશા પ્રવૃત રહ્યાં છે. આ હોમગાર્ડસની સ્થાપના ૬ ડિસેમ્બરે કરવામાં આવી હોવાથી આ દિવસને દેશભરમાં હોમગાર્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે.

૧૯૪૭ની ૬ ડિસેમ્બરના રોજ મોરારજી દેસાઈની આગેવાની હેથર ગુજરાત હોમગાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. પોલીસ અને પ્રજાની વચ્ચે કડી રૂપ થઈ કાયદો વ્યસ્થા પ્રજાની જાન માલની રક્ષા માટે તથા સરકારી માલ મિલકતની તથા કુદરતી આફતો તમામ પ્રકારના બન્દોબસ્ત તથા જાહેર તહેવારો દરમ્યાન કાયદો વ્યવસ્થા તથા નાઈટ રોન જેવી ફરજો બજાવી પ્રજાની સેવા કરે છે. તા૬ના રોજ કમાન્ડર જનરલ ગુજરાત રાજ્ય હોમગાર્ડ અમદાવાદ તથા જિલ્લા કમાન્ડર હોમગાર્ડના આદેશ અનુસાર હોસ્ટલ ગ્રાઉન્ડ થી સોનેરીમહેલ ૨૫૦ હોમગાર્ડ સભ્યો તથા મહિલા હોમગાર્ડ સભ્યો દ્વારા રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. રૂટ માર્ચ સોનેરીમહેલ ખાતે સર્કલ પર આવેલ સરદાર પટેલ સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આવી હતી. આ રૂટ માર્ચ કાર્યક્ર્મમાં ૨૫૦ હોમગાર્ડ સભ્યો તથા મહિલા હોમ ગાર્ડ સભ્યો ૨૨ જિલ્લા કમાન્ડર હિતેશ આર. ગાંધી,ઓફિસર કમાડિંગ ડી.આઈ. કાયસ્થ તથા કમ્પની કમાન્ડર એમ.ડી.રાણા તથા કમ્પની કમાન્ડર એસ.બી.કાયસ્થ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY