Connect Gujarat
Featured

ભરૂચ : હોસ્ટેલ ગ્રાઉન્ડ હવે રોશનીથી ઝગમગશે, રૂ. 8 લાખના ખર્ચે 4 હાઈ માસ્ટ લાઈટનું કરાયું લોકાર્પણ

ભરૂચ : હોસ્ટેલ ગ્રાઉન્ડ હવે રોશનીથી ઝગમગશે, રૂ. 8 લાખના ખર્ચે 4 હાઈ માસ્ટ લાઈટનું કરાયું લોકાર્પણ
X

ભરૂચ શહેરની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ હવે રોશનીથી ઝગમગી ઉઠશે. હોસ્ટેલ ગ્રાઉન્ડમાં રૂપિયા 8 લાખના ખર્ચે લગાવાયેલ ચાર હાઈ માસ્ટ લાઈટનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો આ સાથે જ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં નિર્માણ પામનાર 4 બોરવેલના કાર્યનું પણ ભૂમિપૂજન કરાયું હતું.

ભરૂચ શહેરની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલ અને નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટ સહિતની સેવાભાવી સંસ્થાઓના પ્રયાસથી પ્રજાસત્તાક પર્વે ફ્લેગ માસ્ટનું રાષ્ટ્રાઅર્પણ કરાયું હતું. ત્યારે ભરૂચના મધ્યમાં આવેલ રમતગમતના વિશાળ હોસ્ટેલ ગ્રાઉન્ડને સુંદર અને સુરક્ષિત બનાવવાના અભિયાનના ભાગરૂપે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની રૂપિયા 8 લાખની ગ્રાન્ટ દ્વારા ગ્રાઉન્ડના ચારેય ખૂણે 4 હાઈ માસ્ટ લાઈટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો સાથે જ ગ્રાઉન્ડમાં આવેલા અસંખ્ય વૃક્ષોને લીલાછમ રાખવા બોરિંગ સાથે ડ્રિપ ઇરીગેસન સિસ્ટમની કામગીરીનું પણ ભૂમિપૂજન કરાયું હતું.

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સોશિયલ ડિસ્ટન્સના પાલન સહિત હાઈ માસ્ટ લાઈટનું લોકાર્પણ તથા બોરવેલના કાર્યના ભૂમિપૂજન પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ સુરભી તમાકુવાલા, ઉપ પ્રમુખ ભરત શાહ, લાઈટ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શહેર ભાજપ પ્રમુખ ધનજી ગોહિલ, ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના ચેરમેન નરેશ ઠક્કર, આગેવાન નીલેશ બેરાવાલા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story