Connect Gujarat
Featured

ભરૂચ : ચાર નગરપાલિકાઓના મતદાનમાં આમોદે મારી બાજી, જુઓ પાલિકાઓના શું છે હાલ

ભરૂચ : ચાર નગરપાલિકાઓના મતદાનમાં આમોદે મારી બાજી, જુઓ પાલિકાઓના શું છે હાલ
X

ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાના મતદાનનો ગ્રાફ દિવસ દરમિયાન સરખો રહયો હતો. ભરૂચ નગરપાલિકામાં સંભવિત પ્રમુખ જયાંથી ચુંટણી લડી રહયાં છે તેવા વોર્ડ નંબર 8માં 85 ટકા કરતાં વધારે મતદાન નોંધાયું છે.

ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકા માટે રવિવારના રોજ મતદાન પુર્ણ થઇ ચુકયું છે. ભરૂચ નગરપાલિકાની 44 બેઠકો, અંકલેશ્વરની 36, જંબુસરની 27 અને આમોદની 24 બેઠકો માટે ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયાં છે. આમોદ નગરપાલિકાની ચૂંટણી માટે મતદારોએ વહેલી સવારથી જ ભારે ઉત્સાહ બતાવતાં મતદાનની ટકાવારી 70 ટકાને પાર કરી ગઇ હતી. ગત ટર્મમાં આમોદ પાલિકા કોંગ્રેસ પાસે હતી. જંબુસરમાં પણ 60 ટકા કરતાં વધારે મતદાન નોંધાયું છે. ગત ટર્મમાં ભાજપે અપક્ષોના ટેકાથી જંબુસર પાલિકામાં ભગવો લહેરાવ્યો હતો.

ભરૂચ નગરપાલિકામાં 25 વર્ષ ઉપરાંતથી ભાજપનું શાસન રહયું છે. આ વખતે ભાજપે મોટાભાગના જુનાજોગીઓને રીપીટ નહિ કરી નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતાં. નવા ચહેરાઓ મતદારોને આર્કષવામાં સફળ રહયાં કે પછી ભાજપના નામે તેમને લોકોએ ખોબલે ખોબલે મત આપ્યાં તે જાણવા માટે મંગળવાર સુધી રાહ જોવી પડશે. ભરુચ નગર પાલિકા માટે સરેરાશ 60 ટકા કરતાં વધારે મતદાન નોંધાયું છે. અંકલેશ્વરમાં પણ ભાજપે માત્ર અમુક ઉમેદવારોને રીપીટ કર્યા છે જયારે નવા ચહેરાઓને વધારે ટીકીટ આપી છે. અંકલેશ્વરમાં પણ 50 ટકા કરતાં વધારે મતદાન નોંધાયું છે. ભરૂચ જિલ્લામાં નાના બનાવોને બાદ કરતાં એકદમ શાંતિપુર્ણ માહોલમાં મતદાન પુર્ણ થયું છે. ભરૂચની નવ તાલુકા પંચાયતોમાં પણ મતદાનની ટકાવારી ઉંચી રહી છે. હવે મંગળવારે મતદારોનો મિજાજ કોના તરફી રહયો તે જાણવા મળશે..

Next Story