Connect Gujarat
Featured

ભરૂચ: ICAI ભવન ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ 

ભરૂચ: ICAI ભવન ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ 
X

RMPS ઇન્ટરનેશનલ શાળા ખાતે રક્તદાન શિબિરનું વિશેષ આયોજન

સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં 72મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભરૂચ શહેર સ્થિત ICAI ભવન ખાતે પ્રજાસત્તાક પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ શહેરના જીઆઈડીસી વિસ્તાર સ્થિત નર્મદાનગરમાં આવેલ ICAI ભવન ખાતે 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્‍ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલીઓ સાથે ત્રિરંગો લહેરાવામાં આવ્યો હતો. ગણતંત્ર દિવસના શુભ અવસરે રાષ્‍ટ્રપ્રેમની ભાવના સાથે ICAI ભવન ખાતે ICAIના પ્રમુખ હર્ષિત શાહ, પૂર્વ પ્રમુખ CA સાગરમલ પારીક, પૂર્વ પ્રમુખ CA મહાવીર જૈન , CA સંજય યાજ્ઞિક, CA પ્રસિત પારેખ, CA ધીરજ અગ્રવાલ, CA અક્ષર મહેતા, CA ઋષિ ગાંધી , CA અર્પણ સુરતી , CA હિતેશ જૈન સહિત ICAIના સભ્યો, આમંત્રિત મહેમાનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ICAIના પૂર્વ પ્રમુખ CA સાગરમલ પારીક દ્વારા વિદ્યાર્થીઓને ચાર્ટડ એકાઉન્ટન્ટના વ્યવસાય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો સાથેજ ભરૂચ અંકલેશ્વર રોડ પર આવેલ RMPS ઇન્ટરનેશનલ શાળા ખાતે રક્તદાન શિબિરનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મેહમાન તરીકે ડૉક્ટર તરલ શાહ, ડૉક્ટર આશિષ મોદી, ડૉક્ટર મયુર પટેલ સહીત ICAI કમિટીના સભ્યો તેમજ ઉપસ્થિત મેહમાનો દ્વારા રક્તદાન કરી 80 યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું .

Next Story