Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ઉત્તરાયણમાં ચિકકીની મજા માણવી છે તો આ સમાચાર તમારા માટે છે

ભરૂચ : ઉત્તરાયણમાં ચિકકીની મજા માણવી છે તો આ સમાચાર તમારા માટે છે
X

ઉત્તરાયણના

દિવસે આપણે તલસાંકળી અને સિંગદાણાની ચિકકી આરોગતાં હોય છે ત્યારે અમે તમને જણાવી

રહયાં છે, ભરૂચના એક

દંપતિ વિશે જે છેલ્લા 30 વર્ષથી

અવનવી વેરાયટીની તલસાંકળી અને ચિકકી બનાવી તેનું વેચાણ કરે છે…...

ઉતરાયણના

દિવસે તલ સાંકળી અને સિંગદાણાની ચિકકી ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

ખારીસિંગ માટે પ્રખ્યાત ભરૂચની ચિકકી પણ વખાણવા લાયક છે. સાંપ્રત સમયમાં દેશી હાથ

બનાવટની ચિકકીનો ઉદ્યોગ અસ્તિત્વ ટકાવી રાખવા માટે જંગ ખેલી રહયો છે. ત્યારે

ભરૂચનું ઠાકોર દંપત્તિ છેલ્લા 30 વર્ષથી ઉત્તરાયણના તહેવારે ચિકકી બનાવી તેનું વેચાણ કરે છે. ઉત્તરાયણ નજીક

આવી રહી છે ત્યારે તલ સાંકળી અને ચિકકીની માંગમાં વધારો થતાં તેઓ રોજની 90 કીલો કરતાં પણ વધારે ચિકકી અને તલસાંકળી

બનાવે છે. રાજગરા, સુકો મેવો, માવા સહિતની વેરાયટીની ચિકકીની ખુબ માંગ

રહેતી હોય છે. 120થી 200 રૂપિયે કિલો સુધીના ભાવથી ચિકકીનું વેચાણ

થઇ રહયું છે.

Next Story