Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ બૌડાની મંજૂરી વિના રહેણાંક ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં ચાલતી કોમર્સિયલ પ્રવૃત્તિ

ભરૂચઃ બૌડાની મંજૂરી વિના રહેણાંક ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં ચાલતી કોમર્સિયલ પ્રવૃત્તિ
X

15 દિવસની મુદત છતાં કોઈ જવાબ નહીં મળતાં બૌડાએ આખરે બાંધકામને સીલ કરતાં થઈ દોડધામ

ભરૂચનાં કણબીવગા વિસ્તારમાં આવેલા હાઉસિંગ સોસાયટીનાં પ્લોટ નંબર એચ-62 વાળી જગ્યામાં બનેલા રહેણાંક ફ્લેટમાં બૌડા(ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ)ની પરવાનગી વિના કોમર્સિયલ પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી. જેને લઈ બૌડાએ સ્થાનિકની ફરિયાદ બાદ 15 દિવસનો સમયગાળો આપી યોગ્ય ખુલાસો કરવા અથવા કોમર્સિયલ પ્રવૃત્તિ બંધ કરવા માટે નોટી આપવા છતાં તેની સમય મર્યાદા વીતિ જતાં આખરે તેને સિલ કરવાની ફરજ પડી હતી.

ભરૂચ શહેરનાં કણબીવગા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડનાં પ્લોટ નંબર એચ-62માં બા આલયનાં નામથી ભોંયતળિયેથી લઈને રહેણાંક ફ્લેટ બનાવવામાં આવ્યા છે. તેમાં ભોંયતળીયાનાં ભાગે ધનલક્ષ્મી મેડિકલ નામે કોમર્સિયલ પ્રવૃત્તિનાં ભાગરૂપે દવાની દુકાન ચલાવવામાં આવે છે. આ અંગે મનહર મગનભાઈ પરમારે બૌડામાં જાણ કરતાં અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરતાં ગેરકાયદેસર રીતે કોમર્સિયલ પ્રવૃત્તિ ચાલતી હોવાનું ધ્યાને આવ્યું હતું.

જેને લઈને બૌડા દ્વારા 15 દિવસમાં યોગ્ય ખુલાસો કરવા અથવા કોમર્સિયલ પ્રવૃત્તિ બંધ કરવાની સૂચના આપી હતી. આ સયગાળો વીતિ જવા છતાં કોઈ જવાબ નહીં મળતાં આખરે બૌડાએ અનધિકૃ બાંધકામ કરવામાં આવ્યું હોવાની નોટીસ સાથે આઝરોજ તેને સીલ કરી દેવામાં આવતાં ભારે દોડધામ મચી હતી.

Next Story