Connect Gujarat
ગુજરાત

ભરૂચ : રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ તથા બી’ ડિવિઝન પોલીસના સહયોગથી જરૂરિયાતમંદોને અનાજની કીટ વિતરણ કરાઇ

ભરૂચ : રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ તથા બી’ ડિવિઝન પોલીસના સહયોગથી જરૂરિયાતમંદોને અનાજની કીટ વિતરણ કરાઇ
X

કોરોનાની આવી પડેલી મહામારીના સમયે અલગ અલગ સ્થળોએ જરૂરિયાતમંદોને સહાય પહોંચાડવામાં આવે છે, ત્યારે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ તથા ભરૂચ શહેર બી’ ડિવિઝન

પોલીસ મથકના પી.આઈ.ના સહયોગથી જરૂરિયાતમંદોને અનાજની

કીટ વિતરણ કરવામાં આવી હતી.

ભરૂચ શહેરમાં જરૂરિયાતમંદોને ઘઉંનો લોટ, ચોખા, દાળ, તેલ તથા ખાંડ જેવી ખાદ્ય ચીજવસ્તુઓની 100 જેટલી કીટ

વિતરણ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ તથા ભરૂચ બી’ ડિવિઝન પોલીસ

મથકના પી.આઇ. દ્વારા જરૂરિયાતમંદ કુટુંબોને જમવાનું તથા જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ

તો લોકડાઉનમાં અનેક સંસ્થાઓ તરફથી લોકોને સહાય પહોંચાડવામાં આવે છે, ત્યારે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ તથા ભરૂચ શહેર બી’ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા જરૂરિયાતમંદોને સહાયરૂપ બની મદદ પહોંચાડતા લોકોએ તેમના કામની સરાહના કરી હતી.

Next Story