બીજી દુકાન લેવા માટે પાંચ લાખ રૂપિયા તેના ઘરેથી લ‍ાવવાનું કહેતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ

ભરૂચ તાલુકાના કંબોલી ગામે રહેતા એક પરિવાર દ્વારા પરિણીતાને ત્રાસ આપતા હોવાથી સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી મહિલાએ પોતાને ન્યાય મળે તે હેતુસર મહિલા પોલીસ મથકે ફિયાદ નોંધાલી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કંબોલી ગામની જ એક યુવતીનાં લગ્ન ગામનાં જ યુવાન સાથે થયા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ પતિ તેમજ સાસરીયા દ્વારા તેને પજવણી કરવામાં આવી રહી હતી. પરિણિતાએ મહિલા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે, જેઠાણી સાસરીયાઓની ચઢામણી કરતી હતી. સાસુ પણ અવારનવાર તેને મહેણાટોણા મારી હેરાન કરતી હતી. ઉપરાંત જેઠ પણ અપશબ્દો ઉચ્ચારતા હતા. દરમિયાન તેના પતિ, સાસુ,  જેઠાણી તેમજ જેઠ દ્વારા તેને માનસિક ત્રાસ આપી તેના ઘરેથી બીજી દુકાન લેવા માટે પાંચ લાખ રૂપિયા લ‍ાવવાનું કહેતા હોવાનો પણ આક્ષેપ ફરિયાદમાં કર્યો છે. છેવટે કંટાળીને પરિણીતાએ તેના સાસરીયા વિરૂધ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY