Connect Gujarat
Featured

ભરૂચ : વાગરા તાલુકા પંચાયતમાં મહત્વના હોદ્દા મેળવવા તળપદા પટેલ સમાજ મેદાનમાં

ભરૂચ : વાગરા તાલુકા પંચાયતમાં મહત્વના હોદ્દા મેળવવા તળપદા પટેલ સમાજ મેદાનમાં
X

વાગરા તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી મળ્યાં બાદ હવે તળપદા પટેલ સમાજના ચુંટાયેલા સભ્યોએ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષ સહિતના મહત્વના પદોની માંગણી સાથે શકિત પ્રદર્શન કર્યું હતું....

વાગરા તાલુકા પચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ મુખ્ય હોદ્દા પર તળપદા પટેલ સમાજના પ્રતિનિધિની નિમણુંક કરવા રજુઆત કરવામાં આવી છે. આ સંદર્ભમાં ભાજપમાંથી ચુંટાયેલા તળપદા પટેલ સમાજના સભ્યો અને આગેવાનોએ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિ સિંહ અટોદરિયા અને વાગરાના ધારાસભ્ય અરુણ સિંહ રણાને રજુઆત કરી છે. તળપદા પટેલ સમાજના આગેવાનોએ તેમની રજુઆતમાં જણાવ્યું છે કે, વાગરા તાલુકા પચાયત ની 18 બેઠકો પૈકી 16 પર વિજયી થઈ ભાજપે સત્તા મેળવી છે.જેમાં તાલુકાના 38 જેટલા ગામ માં તળપદા પટેલ સમાજની વસ્તી મોટા પ્રમાણ માં છે. તળપદા પટેલ સમાજની મહત્વની ભૂમિકા છે .તેથી સમાજના ચૂંટાયેલા સભ્યો પૈકી કોઈ ને પણ પ્રમુખ પદ ,ઉપપ્રમુખ કે કારોબારી જેવા મહત્વ ના પદ આપવામાં આવે. આમ ન કરાય તો પાર્ટી ને નુકસાન પણ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં વિધાનસભાની ચુંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આ શકિત પ્રદર્શન ઘણું મહત્વ રાખતું હોવાનું રાજકીય નિષ્ણાંતો જણાવી રહયાં છે.

Next Story
Share it