Connect Gujarat
Featured

ભરૂચ : ઝઘડીયામાં રોકાણના નામે એક વ્યક્તિ સાથે રૂ. 65 લાખથી વધુની છેતરપિંડી

ભરૂચ : ઝઘડીયામાં રોકાણના નામે એક વ્યક્તિ સાથે રૂ. 65 લાખથી વધુની છેતરપિંડી
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં મોર તલાવ ગામના ઇલ્યાસ રજવાડી નામના વ્યક્તિ સાથે વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરવાની લોભામળી લાલચો આપી 65 લાખથી વધુ રૂપિયા પડાવી લેતા ભોગ બનનાર વ્યક્તિએ 41 લોકો વિરુદ્ધ ઝઘડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકાના મોર તલાવ ગામે વર્ષ 2016થી 2018 દરમ્યાન એક્સિસ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી, એચડીએફસી, એગોન રેલીગર તથા રિલાયન્સ કપનીની પોલીસી લેવડાવી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. જેમાં મોબાઈલ ફોન નંબર તથા બેન્ક એકાઉન્ટ ધરાવતા આરોપીઓએ ઇલ્યાસ રજવાડી સાથે ગુનાહિત કાવતરું રચી એકબીજાની મદદગારીથી છેતરપિંડીની ઘટનાને અંજામ આપ્યો હતો.

સમગ્ર મામલે ફરિયાદી ઇલ્યાસ રજવાડીને એક્સિસ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી, એચડીએફસી, એગોન રેલીગર તથા રિલાયન્સની કંપનીની મળી અલગ અલગ નામથી ફોન કરી પોલિસીમાં રોકાણ કરશો, તો તમને ખૂબ ફાયદો થશે તેમ જણાવી લલચામણી લોભામણી વાતો કરી ભરોસામાં લીધા હતા. જેમાં ઇલ્યાસ રજવાડી પાસેથી રૂપિયા 65 લાખથી વધુની માતબર રકમ ગેરકાયદેસર રીતે પડાવી તેની સાથે ઠગાઇ કરી છેતરપિંડી કરતા ઇલ્યાસ રજવાડીએ ઝઘડીયા પોલીસ મથકે કુલ 41 જેટલા લોકો વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો, ત્યારે ઝઘડીયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story