Connect Gujarat
ગુજરાત

ભરૂચ : આકાશમાં 100 ફૂટની ઉંચાઇએ લહેરાયો તિરંગો, જુઓ અદભુત નજારો

ભરૂચ :  આકાશમાં 100 ફૂટની ઉંચાઇએ લહેરાયો તિરંગો, જુઓ અદભુત નજારો
X

ખારીસિંગ અને નર્મદા નદીના કારણે જાણીતા

ભરૂચ શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરવા માટે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 100 ફુટની ઉંચાઇએ તિરંગાને લહેરાવતો રાખવામાં

આવશે. પ્રજાસત્તાક પર્વના અવસરે વિશાળ તિરંગાનું લોકાર્પણ કરાયું હતું.

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગણતંત્ર

દિવસના અવસરે 100 ફૂટની

ઉંચાઇએ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. 30 ફૂટની લંબાઇ અને 20 ફૂટની પહોળાઇ ધરાવતો રાષ્ટ્ર ધ્વજ કાયમ

ફરકતો રહેશે. એકતા અને અખંડીતાનો

દીપ લોકોના હદયમાં પ્રજવલિત રહે તે માટે શહેરની મધ્યમાં આ વિશાળ રાષ્ટ્રધ્વજને

રાખવામાં આવ્યો છે. લોકાર્પણ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાળા, મુખ્ય અધિકારી સંજય સોની, ચેનલ નર્મદાના ડીરેકટર નરેશ ઠકકર સહિતના

મહેમાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહયાં હતાં.

Next Story