Connect Gujarat
ગુજરાત

ભરૂચ: સામાજિક સંસ્થા દ્વારા નવતર અભિગમ, લટકતા પતંગના દોરા કરાયા ભેગા

ભરૂચ: સામાજિક સંસ્થા દ્વારા નવતર અભિગમ, લટકતા પતંગના દોરા કરાયા ભેગા
X

ભરૂચ શહેર સહિત ગુજરાત આખામાં અવારનવાર જીવદયાની પ્રવૃત્તી હાથધરવામાં આવે છે.છે.જેમાં આ વર્ષે ભરૂચમાં સાર્થક ફાઉંડેશન અને ભરૂચ સંસ્કૃતિ સેવા સમર્પણ ફાઉન્ડેશન દ્વારા એક નવતર અભિગમ અપનાવી ઉત્તરાયણરાયણ નિમિત્તે પક્ષી તેમજ માનવ જીવ બચાવો અભિયાનની મુહિમ હાથધરાઇ હતી.જેમાં ખડકી,મહોલ્લાના છાપરે ધાબે તેમજ થાંભલાઓ ઉપર લટકતા દોરા કે જે દરેક જીવ માટે જીવલેણ નીવડી શકે છે તે તમામ દોરા એકત્રીત કરવામાં આવ્યા હતા.

ભરૂચમાં

પશુ-પક્ષીઓની સેવા કરતી સાર્થક ફાઉંડેશન અને ભરૂચ સંસ્કૃતિ સેવા સમર્પણ ફાઉન્ડેશન દ્વારા

ભરૂચમાં પહેલીવાર આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં અબોલ પશુ-પક્ષીઓ અને

વાહનચાલકો પતંગના બિન ઉપયોગી દોરાના કારણે અકસ્માતના ભોગ ન બને અને તેમની સાથે કોઈ

જીવલેણ ઘટના ન બને તે માટે એક અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત

ઘરના ધાબા પર, વાયર પર, રસ્તા પર અને ઝાડ પર લટકાતા દોરા ભેગા કરી તેને એકત્રીત કરાયા હતા. આ સેવા કાર્યમાં

મોટી સંખ્યામાં સંસ્થાના કાર્યકરો જોડાયા હતા.

Next Story