Connect Gujarat
Featured

ભરૂચ : ઝાડેશ્વર ગામ થયું સંપૂર્ણ રીતે લોકડાઉન, ગ્રામ પંચાયત દ્વારા તમામ માર્ગો બંધ કરાયા

ભરૂચ : ઝાડેશ્વર ગામ થયું સંપૂર્ણ રીતે લોકડાઉન, ગ્રામ પંચાયત દ્વારા તમામ માર્ગો બંધ કરાયા
X

દેશભરમાં કોરોના વાયરસના વધાત જતાં સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચ શહેરની ઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને કોરાનાના સંકટથી બચાવવા માટે ગામમાં પ્રવેશતા મુખ્ય માર્ગો બંધ કરી બહારની કોઈ પણ વ્યક્તિ માટે પ્રવેશબંધી કરવામાં આવી છે.

કોરોનાની મહામારીને લઇ વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનું લગભગ બધી જગ્યાએ પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા ગામને સંપૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરાનાના વધતાં જતાં સંક્રમણથી ગ્રામજનોને બચાવવા માટે ઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા ગામમાં પ્રવેશતા તમામ માર્ગો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગામમાં પ્રવેશ કરતી બહારની કોઈ પણ વ્યક્તિ માટે ગામમાં પ્રવેશબંધી કરવામાં આવી છે.

જોકે હાલના તબ્બકે ભરૂચ પોલીસ દ્વારા લોકડાઉનનું લોકોને ચુસ્તપણે પાલન કરાવવામાં તો આવી જ રહ્યું છે, પરંતુ ઝાડેશ્વર ગામની જેમ શહેરની અન્ય સોસાયટી દ્વારા પણ આ પ્રકારે જ લોકડાઉનનું પાલન કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.

Next Story