Connect Gujarat
Featured

ભરૂચ: જંબુસરના કોંગ્રેસનાં ધારાસભ્ય સંજય સોલંકીને કોરોના પોઝિટિવ, સારવાર અર્થે હોસ્પિટલમાં

ભરૂચ: જંબુસરના કોંગ્રેસનાં ધારાસભ્ય સંજય સોલંકીને કોરોના પોઝિટિવ, સારવાર અર્થે હોસ્પિટલમાં
X

જંબુસરના કોંગ્રેસનાં ધારાસભ્ય સંજય સોલંકીને કોરોના પોઝેટિવ આવતા તેઓને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વૈશ્વિક મહામારી કોરોનાની અસર દિવસેને દિવસે ઓછી થઈ રહી છે અને કોરોનાનું સંક્રમણ ઘટી રહયું છે આમ છટા કેટલાક છૂટા છવાયા કેસ નોધાઈ રહ્યા છે. જંબુસર કોંગ્રેસનાં ધારાસભ્ય સંજય સોલંકીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો અનુસાર સંજય સોલંકી થોડા સમયથી બીમાર હતા અને તેમને અગાઉ પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જે બાદ કોરોના ટેસ્ટ કરાવવાતા તેમને કોરોના પોઝેટિવ હોવાનું બહાર આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં સતત બે દિવસથી કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. ભરૂચ જિલ્લો કોરોના મુક્ત જિલ્લો બનવા તરફ આગળ વધી રહ્યો છે અને જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા નહીંવત થઈ રહી છે એવામાં જ પ્રજાના પ્રતિનિધિને કોરોના પોઝેટિવ આવ્યો છે.

Next Story