ભરૂચ: જંબુસરના કહાનવા ગામે કોરોના મહામારી વચ્ચે હોમિયોપેથિક કેમ્પ યોજાયો

ભરૂચ: જંબુસરના કહાનવા ગામે કોરોના મહામારી વચ્ચે હોમિયોપેથિક કેમ્પ યોજાયો
New Update

હાલ કોરોના મહામારી ચાલી રહી હોઇ લોકો કોરોના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. વહીવટી તંત્ર પણ કોરોનાનો વ્યાપ ઘટે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે તે અંતર્ગત કહાનવા ગાયત્રી વિદ્યામંદિર ખાતે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા સરકારી હોમિયોપેથિક દવાખાના ગજેરાના સહયોગથી સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોમિયોપેથિક તબીબ રીના શાહે સેવા આપી હતી દર્દીઓને વિનામુલ્યે દવા આપવામાં આવી હતી.

સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી કેતન અમીન સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch News #Jambusar Bharuch #Corona Virus Bharuch #Homeopathic Camp #Bharuch #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article