Connect Gujarat
Featured

જંબુસર : ખરીદી માટે ઉમટતી લોકોની ભીડ સોશિયલ ડીસટન્સ જાળવવાનું નામ લેતી નથી

જંબુસર :  ખરીદી માટે ઉમટતી લોકોની ભીડ સોશિયલ ડીસટન્સ જાળવવાનું નામ લેતી નથી
X

રાજયમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા લોકોને એકબીજાથી અંતર જાળવવા સલાહ આપવામાં આવી છે પણ લોકો હજી સોશિયલ ડીસટન્સીંગનો મતલબ સમજી શકયાં નથી અને તેનું ઉદાહરણ જંબુસરમાં જોવા મળ્યું છે.

સુરત, વડોદરા અને અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યાએ શતકને પાર કરી દીધી છે. સુરતમાં ખાસ કરીને શાકભાજીની ખરીદી અથવા વેચાણ માટે ગયેલા લોકો કોરોનાની ઝપેટમાં વધુ આવ્યાં છે. આવા સંજોગોમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવવું ખુબ જરૂરી છે. ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં નગીના મસ્જિદ વિસ્તારમાં ભરાતાં બજારમાં શાકભાજી સહિત જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે. ખરીદી માટે આવતાં લોકો એકબીજા વચ્ચે અંતર જાળવતાં નહિ હોવાના કારણે કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર તાલુકામાંથી કોરોના વાયરસના બે દર્દીઓ સામે આવી ચુકયાં છે. જો બજારમાં ખરીદી માટે આવતાં લોકો એકબીજા વચ્ચે અંતર નહિ જાળવે તો કોરોના વાયરસનો જંબુસર શહેરમાં પણ પગપેસારો થાય તેવા દિવસો દુર નથી. કોરોના વાયરસથી બચવા માટે જરૂર વિનાની ખરીદી કરવાનું ટાળી ઘરમાં જ સુરક્ષિત રહેવું જરૂરી છે.

Next Story