Connect Gujarat
Featured

ભરૂચ : જંબુસરના TRB જવાનોની સરાહનીય કામગીરી, ઠંડીમાં ઠૂઠવાતા જરૂરિયાતમંદોને કર્યું ધાબળાનું વિતરણ

ભરૂચ : જંબુસરના TRB જવાનોની સરાહનીય કામગીરી, ઠંડીમાં ઠૂઠવાતા જરૂરિયાતમંદોને કર્યું ધાબળાનું વિતરણ
X

ભરૂચ જિલ્લાના જંબુસર નગરના TRB જવાનોની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં TRB જવાનો દ્વારા કડકડતી ઠંડીમાં ઠૂઠવાતા ગરીબ તેમજ જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતભરમાં છેલ્લા 3 દિવસથી ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. તો સાથે જ સમગ્ર ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ ઠંડીનું ખૂબ જોર વધ્યું છે, ત્યારે જંબુસર પંથકના જાહેર માર્ગો પર કડકડતી ઠંડીમાં ઠૂઠવાતા ગરીબ તેમજ જરૂરિયાતમંદોને TRB જવાનોએ ધાબળાનું વિતરણ કર્યું હતું. છેલ્લા 3 દિવસથી પારો નીચે જતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે જંબુસર નગરમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા વિજયસિંહ ચૌહાણ સહિત અન્ય TRB જવાનો દ્વારા જરૂરિયાતમંદોને વિનામુલ્યે ધાબળાનું વિતરણ કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, ત્યારે TRB જવાનો દ્વારા કરવામાં આવેલી આ સુંદર કામગીરીની સૌકોઈએ સરાહના કરી છે.

Next Story