ભરૂચ : જંબુસરમાં 10 હજાર કીલોથી વધુ વજનવાળી ક્રેઇન કાર પર પલટી, જુઓ પછી શું થયું

0

ગુજરાતીમાં કહેવત છે કે રામ રાખે તેને કોઇ ચાખે, બસ આવી જ ઘટના જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં બની હતી. 10 હજાર કીલોથી વધુ વજન ધરાવતી ક્રેઇન કાર પર પલટી મારી ગઇ હતી પરંતુ સદનસીબે કારચાલકનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.

જંબુસર શહેરમાં મંગળવારના રોજ અજીબો ગરીબ ઘટના બની હતી. ટંકારી ભાગોળ વિસ્તારમાં સિમેન્ટનો જથ્થો ભરીને આવેલી ટ્રકનું ટાયર ગટરમાં ફસાઇ ગયું હતું. ફસાયેલી ટ્રકને બહાર કાઢવા માટે ક્રેઇન બોલાવવામાં આવી હતી. ક્રેઇનનો ચાલક ટ્રકને ગટરમાંથી બહાર કાઢી રહયો હતો તે સમયે ક્રેઇને સંતુલન ગુમાવી દેતાં ક્રેઇન નજીકમાં રહેલી કાર પર પલટી મારી ગઇ હતી. 10 હજાર કિલોથી વધારે વજન ધરાવતી ક્રેઇન પડતાં કારનો ખુડદો બોલી ગયો હતો અને ડ્રાયવર તેમાં ફસાઇ ગયો હતો. ઘટના બાદ આસપાસથી દોડી આવેલાં લોકોએ એક કલાકની જહેમત બાદ કારના ડ્રાયવરને બહાર કાઢી સારવાર માટે ખસેડયો હતો. ઘટનાના પગલે ટંકારી ભાગોળ વિસ્તારમાં ટ્રાફિકજામ થઇ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here