Connect Gujarat
Featured

ભરૂચ : નંદલાલને પહેરાવાયું માસ્ક, જુઓ કેવી રીતે ઉજવાઈ જન્માષ્ટમી  

ભરૂચ : નંદલાલને પહેરાવાયું માસ્ક, જુઓ કેવી રીતે ઉજવાઈ જન્માષ્ટમી  
X

ભરૂચ શહેરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાંપ્રત સમયમાં તહેવારોની ઉજવણી ભલે મર્યાદિત બની હોય પણ શ્રધ્ધાળુઓની શ્રધ્ધા અકબંધ રહી છે. ભરૂચમાં ભગવાન શ્રીકૃષ્ણના મોઢા પર માસ્ક તથા પારણામાં સેનીટાઇઝર મુકી ઝુલાવવામાં આવ્યાં હતાં.

કોરોના વાયરસના કહેરે તહેવારોની ઉજવણીની પ્રથામાં ભારે બદલાવ લાવી દીધો છે. હવે તહેવારોની ઉજવણીમાં લોકો સુરક્ષાને પ્રાધાન્ય આપી રહયાં છે. કોરોના વાયરસથી બચવા લોકો માસ્ક તો પહેરી રહયાં છે પણ ભગવાનના માધ્યમથી લોકોને પણ સાવચેત અને સજાગ રહેવાનો સંદેશો આપી રહયાં છે. બુધવારે રાત્રિના 12ના ટકોરે ભરૂચ શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા લેવામાં આવ્યાં હતાં. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું.

આ વર્ષે બાળ ગોપાળના મોઢા પર માસ્ક તથા પારણામાં સેનીટાઇઝર જોવા મળ્યું હતું. શ્રધ્ધાળુઓએ આ નવતર અભિગમ અપનાવીને લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક અને સેનીટાઇઝરનો ઉપયોગ કરવાનો સંદેશ આપ્યો હતો. પ્રથમ વખત ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની બંધ બારણે ઉજવણી કરવામાં આવી હતી.પણ શ્રધ્ધાળુઓની શ્રધ્ધા અને આસ્થામાં કોઇ ઓટ આવી ન હતી.

Next Story