Connect Gujarat
ગુજરાત

ભરુચ માં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અદ્દભૂત “ઉર્જા” વાર્ષિકોત્સવ યોજાયો

ભરુચ માં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અદ્દભૂત “ઉર્જા” વાર્ષિકોત્સવ યોજાયો
X

શિક્ષકો, વિદ્યાર્થીયો, ટ્રસ્ટીઓ અને વાલીયો ના અનોખા સમન્વય ને સાર્થક કરતો ભરુચ ખાતે ગતરોજ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એક અદ્દભૂત વાર્ષિકોત્સવ યોજાયો હતો.

જેમાં વિદ્યાર્થીઓની અનોખી પ્રતિભા જોવા મળી હતી ભરુચ ના ઇતિહાસ માં પ્રથમ વાર કરાયેલા આ અનોખા વાર્ષિકોત્સવ માં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના 1500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, અને આ વાર્ષિકોત્સવ માં અનોખી વાત એ રહી હતી કે શાળા ના વિદ્યાર્થીઓના વાલીઓએ પણ આ કાર્યક્રમ માં ભાગ લીધો હતો.

શાળાના ચેરમેન એમ.એસ.જોલી એ જણાવ્યુ હતું કે જ્ઞાન સાથે પ્રતિભાઓ પણ બહાર લાવવાનું કાર્ય આ શાળા દ્વારા કરવામાં આવેછે એમણે ઉમેર્યું હતું કે અમે આ શાળા ને એક મોડેલ શાળા બનાવવામાં માંગીએ છીએ જેમાં પ્રતિભાઓ નું સન્માન કરવામાં આવે, અમે દેશ ને જ્ઞાન સાથે પ્રતિભાઓ પણ પ્રદાન કરીશું જે દેશ ને વિવિધતાઓથી ભરેલું બનાવશે,હજારો સંખ્યા માં ઉમટેલી જનમેદનીએ શાળાના કાર્યક્રમ ને મોડે સુધી નિહાળ્યું હતું જેમાં દેશપ્રેમ, મનોરંજન, અને તમામ વિદ્યાર્થીઓને એક અલગ પ્રેરણા મળે એવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ માં ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભાજપા અગ્રણી મારુતિસિંહ આટોદરિયા, કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા, રીટાયર્ડ ACP કૌશિક પંડ્યા, તેમજ યોગેશભાઈ પરિક અને જય અંબે શાળા ના ચેરમેન એમ.એસ.જોલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story