Connect Gujarat
Featured

ભરૂચ : ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં સિનિયર ગર્લ્સ તરીકે બલેશ્વર ગામની યુવતી પસંદગી પામી, સમગ્ર જિલ્લાનું નામ થયું રોશન

ભરૂચ : ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં સિનિયર ગર્લ્સ તરીકે બલેશ્વર ગામની યુવતી પસંદગી પામી, સમગ્ર જિલ્લાનું નામ થયું રોશન
X

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના બલેશ્વર ગામની યુવતી ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં સિનિયર ગર્લ્સ તરીકે પસંદગી પામી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે.

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના નાનકડા એવા બલેશ્વર ગામે રહેતા ચંદ્રકાંત વસાવાની પુત્રી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનમાં સિનિયર ગર્લ્સ કેટેગરીમાં પસંદગી પામી છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં સિનિયર ગર્લ્સ તરીકે મુસ્કાન વસાવાનું નામ જાહેર થતાં જ પરિવારમાં ખુશીનો પાર રહ્યો નહોતો. એક તરફ મુસ્કાન વસાવાની પસંદગી થતા સમગ્ર ઝઘડિયા તાલુકામાં ખુશીની લાગણી છવાઈ જવા પામી છે. તો બીજી તરફ મુસ્કાની ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં સિનિયર ગર્લ્સ તરીકે પસંદગી થતાં ઝઘડિયા તાલુકા સહિત સમગ્ર જિલ્લાનું નામ રોશન થયું છે.

Next Story
Share it