Connect Gujarat
Featured

ભરૂચ: છોટુ વસાવાનો પરિવારવાદ,પુત્ર સહિત પરિવારના બે સભ્યોએ જિલ્લા પંચાયતની બે બેઠક પરથી નોધાવી ઉમેદવારી

ભરૂચ: છોટુ વસાવાનો પરિવારવાદ,પુત્ર સહિત પરિવારના બે સભ્યોએ જિલ્લા પંચાયતની બે બેઠક પરથી નોધાવી ઉમેદવારી
X

ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના પરિવારના સરલા વસાવાએ ધારોલી જિલ્લા પંચાયત બેઠક તો પુત્ર દિલીપ વસાવાએ રાજપારડી જીલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું છે.

સ્થાની સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં નાગર પાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાતની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી. એક તરફ રાજકીય પક્ષો પરિવારવાદથી દૂર હોવાના દાવા કરી રહ્યા છે તો બીજી તરફ ઝઘડીયાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના સંયોજક છોટુ વસાવાના પરિવારના બે સભ્યોએ પણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. છોટુ વસાવાના પરિવારના સરલા વસાવાએ ભરુચ જિલ્લા પંચાયતની ધારોલી બેઠક પરથી તો તેમના પુત્ર દિલિપ વસાવાએ રાજપારડી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. દિલિપ વસાવા મોટી સંખ્યામાં સમર્થકો સાથે તાલુકા સેવા સદન પર પહોચ્યા હતા અને પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું તો સાથે જ તેમણે પોતાની જીતના દાવા પણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છોટુ વસાવા ઝઘડીયાના ધારાસભ્ય છે તો તેમના એક પુત્ર નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય છે હવે તેમના પરિવારના વધુ બે સભ્યોએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.

Next Story